કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળીમાં જલસો.. ! જાણો કેમ

0
214
કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળીમાં જલસો.. ! જાણો કેમ
કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળીમાં જલસો.. ! જાણો કેમ

નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે અને એડહોક બોનસને મંજુરી આપી છે . કેન્દ્ર સરકાર તરફથી કર્મચારીઓને મોટી ભેટ છે. નાણા મંત્રાલયે વર્ષ 2022-23 માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ બોનસની ગણતરી કરીને મહત્તમ મર્યાદા 7000 રૂપિયા નક્કી કરી છે . કેન્દ્ર સરકારના કર્મચારીઓને બોનસ મળશે . કેન્દ્ર સરકારે વિગતો આપતા જણાવ્યું છેકે કેન્દ્ર સરકાર હેઠળના ગ્રુપ B અને ગ્રુપ Cમાં આવતા નોન ગેઝેટેડ કર્મચારીઓને પણ આ બોનસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અર્ધ લશ્કરી દળો અને સશત્ર દળોના કર્મચારીઓને પણ એડહોક બોનસનો લાભ મળશે. આ બોનસમાં 30 દિવસના પગારની બરોબર પૈસા મળશે . આ બાબતે નાણા મંત્રાલય દ્વારા ખર્ચ વિભાગ દ્વારા શેર કરાયેલી માહિતી અનુસાર એક ઓફીસ ઓર્ડરમાં કહેવામાં આવ્યું છેકે નાણાકીય વર્ષ 2022-23 માટે 30 દિવસના પગાર પ્રમાણે એડહોક બોનસ કેન્દ્ર સરકારના ગ્રુપ C અને B ના કર્મચારીઓને આપવામાં આવ્યું છે. જેમાં ગ્રુપ Bના ગેઝેટેડ કર્મચારીઓ જે કોઈ ઉત્પાદકતા સાથે સંકળાયેલા છે તે કર્મચારીઓને આ બોનસનો લાભ આપવામાં નથી આવ્યો, તેમને પણ લાભ મળશે

મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય કેબીનેટની બેઠક યોજવા જઈ રહી છે તેમાં કદાચ કેન્દ્ર સરકરના કર્મચારીઓના DA વધારવા અંગે નિર્ણય લેવાઈ શકે છે જે મોદી સરકારની દિવાળી પહેલા મોટી ગીફ્ટ કહેવાશે. જો સરકાર મોંઘવારી ભથ્થામાં અંદાજે 4 ટકાનો પણ વધારો કરશે તો હાલ જે 42 ટકા મોંઘવારી ભથ્થું મળે છે તે સીધું જ 46 ટકા થઇ જશે અને તેમના પગારમાં જોરદાર વધારો થઇ શકે છે. પરંતુ આપને જણાવી દઈએ કે આ માત્ર સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છે . કેન્દ્ર સરકાર તરફથી કોઈ જ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

આપને જણાવી દઈએ કે દેશમાં અત્યારે નવરાત્રીની ધૂમ છે અને દિવાળી નજીક આવી રહી છે ત્યારે બજારમાં વેપારીઓને આ વર્ષે સારા વેપારની પણ આશા છે. એક તરફ સામાન્ય જનતા મોઘવારી સામે સતત ઝઝૂમી રહી છે અને આવક કરતા ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે મોદી સરકાર પાસેથી દેશની જનતા પણ મોઘવારીમાં રાહત મળશે તેવું ઈચ્છી રહી છે. તહેવારોમાં મધ્યમ વર્ગીય પરિવારોને પણ સતત વધતા જતા ભાવો પર સરકાર નિયંત્રણ મેળવે તેવી આશા છે .