ટ્રેન દુર્ઘટનાની તપાસ માટે સીબીઆઇની કરાઇ ભલામણ
રેલ્વે બોર્ડે સીબીઆઇ તપાસની કરી ભલામણ
ઓડિસા ટ્રેન દુર્ઘટનાની તપાસ હવે સીબીઆઇ કરી શકે છે, કારણ કે રેલવે બોર્ડે હવે આ દુર્ઘટનાની તપાસ સીબીઆઇ કરે તેવી ભલામણ કરી છે, આ માહિતી રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવે આપી છે, તેઓએ મિડીયાને જણાવ્યુ છેકે અત્યાર સુધીની જે તપાસ થઇ છે તેના આધારે લાગે છે મામલો દેખાય છે તેના કરતા વધુ ગંભીર છે ,,પરિણામે હવે સીબીઆઇ તપાસ કરે તેવી ભલામણ કરાઇ છે, તેમને જણાવી દઇએ કે આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોના જીવ ગયા, જ્યારે અગિયાર સો થી વધુ લોકો ઘાયલ થયા છે,ત્યારે મોદી સરકાર ઉપર વિપક્ષોનો આ ઘટનાની તપાસ અને દોષિઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવો દબાણ છે,,સાથે રેલવે મંત્રીના રાજીનામાની ઉગ્ર માંગ થઇ રહી છે,,તો એક તરફ રાહુલ ગાંધી, તો બીજી તરફ મમતા બેનર્જીએ સરકારને આ મુદ્દ ઘેરી છે,
વધુ સમાચારો માટે જોતા રહો વીઆર લાઇવ
વધુ સમાચારો માટે જોવો અમારી વેબસાઇટ