દિવાળીમાં મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન; રાજકોટમાં ફરસાણને નરમ બનાવવા કરાતો આ ચીજનો ઉપયોગ

0
56
ફરસાણ મિઠાઈ
ફરસાણ મિઠાઈ

ફરસાણ બનાવવા માટે દુકાનના સંચાલકો વોશિંગ સોડાનો ઉપયોગ કરતા હતા. જી હાં તમે જે સાંભળ્યું છે તે સાચુ છે. વોશિંગ સોડામાંથી ગાંઠિયા બનાવાતા અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા. દિવાળીના તહેવારમાં લોકો મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. ત્યારે રાજકોટમાં આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણની ગુણવતા ચકસવા માટે દરોડા પાડ્યા હતા. રાજકોટના વોર્ડ નંબર-3માં આવેલી મનહરપુર વિસ્તારમાંથી નમકીન સ્ટોરમાં દરોડા દરમિયાન 9 હજાર કિલો ફરસાણનો અખાદ્ય જથ્થો પકડ્યો છે. 

મીઠાઈ સાથે ફરસાણની ખરીદી કરતા પહેલા ચેતજો
ફરસાણ બનાવવા માટે દુકાનના સંચાલકો વોશિંગ સોડાનો ઉપયોગ કરતા હતા. જી હાં તમે જે સાંભળ્યું છે તે સાચુ છે. વોશિંગ સોડામાંથી ગાંઠિયા બનાવાતા અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા. ફરસાણ માટે પ્રતિબંધિત કલર, વોશિંગ પાવડર અને બળી ગયેલા તેલનો ઉપયોગ થતો હતો. ફરસાણમાં છાંટવામાં આવતો મસાલો પણ એક્સપાયરી ડેટ વાળો જોવા મળ્યો. ઈતિહાસમાં સૌથી વધુ અખાદ્ય ફરસાણનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. દિવાળી પહેલા રાજકોટમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિવાળીમાં મીઠાઈ સાથે ફરસાણની ખરીદી કરતા પહેલા ચેતજો. નહીં તો બિમાર પડી જશો.

નમકીન ઉત્પાદક પેઢી પર ફરી સૌથી મોટો દરોડો
નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લા ચેડા થાય તે પ્રકારે પનીર, માવો, ઘી, મીઠાઇ સહિતની હલકી વસ્તુઓનું ટનબંધ વેંચાણ થતું મહાપાલિકાની ફૂડ શાખાએ છેલ્લા થોડા સમયમાં જ પકડયું છે ત્યારે આજે બપોરે શહેરની ભાગોળે માધાપર ચોકડી પાસે આવેલ નમકીન ઉત્પાદક પેઢી પર ફરી સૌથી મોટો દરોડો પાડયો છે.

પેટ ફાટી જાય એવા અખાદ્ય ચીજો ઉમેરતા
શહેરના જુદા જુદા વિસ્તારમાં મોકલાતા એકસપાયર્ડ, લેબલ વગરના નમકીન, સિન્થેટીક કલર, જુદા જુદા પ્રકારના મસાલા સહિતનો 9000 કિલો માલ પકડીને તેનો નાશ કર્યો છે. લેબલીંગ કે એકસપાયરી ડેટ વગરના પેકીંગમાં રાખવામાં આવેલ પેકડ ખાદ્ય પદાર્થનો ટનબંધ જથ્થો મળી આવ્યો હતો. યુનિટમાંથી બોકસ પેકીંગમાં રહેલા 1650 કિલો કાચા કોર્ન બાઇટ, 1500 કિલો કાચા બીંગો, 2400 કિલો વિવિધ ફલેવરના સ્વીટ ચોકોસ, પાંચ કિલો પેકીંગમાં રહેલ 350 કિલો ભાખરવડી, 300 કિલો પેકડ ફરસી પુરી, 500 કિલો પેકડ ચકરીનો જથ્થો લોકોના આરોગ્યને નુકસાન થાય તે પ્રકારનો મળી આવ્યો હતો. આ ઉપરાંત સ્થળ પરથી ખાવાનો સોડા ફરસાણમાં પ્રતિબંધિત સિન્થેટીક કલર પણ મળ્યા હતા.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.