ખીલના વિષે મેળવો વિવિધ માહિતી અને જાણો ખીલ થવાના કારણો વિષે
ખીલને આયુર્વેદમાં યૌવન પીટિકા કેહવામાં આવે છે..
- યુવા અવસ્થામાં પ્રવેશ સમયે ઘણા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે જેના કારણે તેને યૌવન પીટિકા કેહવામાં આવે છે.

તે ઉપરાંત તેને આયુર્વેદમાં તેને મુખદુશીકા તરીકે ઓળખવામાં આવે છે..
- ખીલ થયા બાદ ઘણી વખત તેના ડાઘ અને નિશાન મોઢા પર રહી જતા હોય છે જે ચહેરાની સુંદરતાને બગાડે છે, તેથી તેને મુખદુશીકા કહેવામાં આવે છે..
ક્યાં-ક્યાં કારણોસર ખીલની તકલીફ થઇ શકે છે ?
- વધુ પડતા તૈલી ખોરાક ખાવાથી ખીલની તકલીફ થઇ શકે છે.
- વધુ પડતો તીખો ખોરાક ખાવાથી પણ થઇ શકે છે ખીલ
- જંક ફૂડને આપ આપ એક કારણ ગણી શકો છો
- હોર્મોનલ ચેન્જ્સના કારણે ખીલની સમસ્યા થાય છે.
- કોસ્મેટિક્સ પ્રોડક્ટના વધુ પડતા ઉપયોગથી ખીલની સમસ્યા થઇ શકે છે.
- વધુ પડતા પિત દોષના કારણે પણ ખીલની તકલીફ થઇ શકે છે.
આ તકલીફમાંથી યોગ્ય સારવાર બાદ અવશ્યથી છુટકારો મળી શકે છે.. જે પણ વ્યક્તિને ખીલ થાય છે તેને ખીલને પરિપક્વ થવા દેવું જોઈએ..
જો તેને થતાની સાથે જ ફોડી દેવામાં આવે તો ત્યાં ડાઘા પણ પડી શકે છે અને ખાડો પણ થઇ શકે છે
વિષયલક્ષી વધુ માહિતી મેળવવા માટે આપ વીઆર લાઈવનો ફેમિલી ડોક્ટર કાર્યક્રમ પણ નિહાળી શકો છો…
બાળકોના સ્વાસ્થ્ય વિષે માહિતી મેળવવા માટે અહિયાં ક્લિક કરો