રાજધાની દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ખતરનાક સ્તર પર પહોંચેલા પ્રદૂષણ ના કારણે લોકોને શ્વાસ લેવામાં પરેશાની, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, ગળા અને નાકમાં ખરાશ જેવી સમસ્યાઓ થઈ રહી છે. દિલ્હી એનસીઆરમાં વાયુ ગુણવત્તા સતત ગંભીર બની રહી હોવાના કારણે ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટે માનવ શરીરના સમગ્ર સ્વાસ્થ્ય પર પ્રદૂષણ ના ખતરનાક પ્રભાવ વિશે જણાવ્યું છે
રાજધાની દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં ખતરનાક સ્તર પર પહોંચેલા પ્રદૂષણના કારણે લોકોને શ્વાસ લેવામાં પરેશાની, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, ગળા અને નાકમાં ખરાશ જેવી સમસ્યાઓ થઈ રહી છે. દિલ્હી એનસીઆરમાં વાયુ ગુણવત્તા સતત ગંભીર બની રહી હોવાના કારણે ડોક્ટરો અને હેલ્થ એક્સપર્ટે માનવ શરીરના સમગ્ર સ્વાસ્થ્ય પર પ્રદૂષણના ખતરનાક પ્રભાવ વિશે જણાવ્યું છે. પરંતુ શું આ વાયુ પ્રદૂષણથી કેન્સર થઈ શકે? દિલ્હી એમ્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિનના એડિશનલ પ્રોફેસર ડો. પીયુષ રંજને ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે વૈજ્ઞાનિક પ્રમાણ છે જે વાયુ પ્રદૂષણ અને વિવિધ પ્રકારના કેન્સર વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે.
ડો. પીયુષે કહ્યું કે વાયુ પ્રદૂષણ શ્વસન પ્રણાલીને નુકસાન પહોંચાડવા ઉપરાંત હાર્ટએટેક, બ્રેઈન સ્ટ્રોક, અને આર્થરાઈટિસ જેવી ગંભીર બીમારી સાથે સીધો સંબંધ ધરાવે છે. તેમણે કહ્યું કે એ સમજવું જરૂરી છે કે વાયુ પ્રદૂષણ શ્વસન સંબંધિત બીમારીઓ ઉપરાંત શરીરની વિવિધ પ્રણાલીઓને પણ પ્રભાવિત કરે છે. પ્રદૂષણનો હાર્ટએટેક, બ્રેઈનસ્ટ્રોક અને આર્થરાઈટિસ જેવી કોરોનરી ધમની રોગો સાથે સીધો સંબંધ છે. અમારી પાસે વૈજ્ઞાનિક પુરાવા છે કે જે વિવિધ પ્રકારો સાથે તેનો સંબંધ પ્રસ્થાપિત કરે છે.
ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પણ જોખમ
એક્સપર્ટ મોટા પાયે સ્વાસ્થ્ય સંબંધિત ઈમરજન્સી સ્થિતિ પ્રત્યે સચિત કરતા ગર્ભમાં ઉછરી રહેલા ભ્રુણ ઉપર પણ નુકસાનની ચેતવણી આપી રહ્યા છે. ડોક્ટોરોના જણાવ્યાં મુજબ વાયુ પ્રદૂષણ મગજ અને દિલને નુકસાન પહોંચાડે છે અને જો સાવધાની રાખવામાં ન આવે તો એ તમામ વયના લોકોમાં ચિંતા પેદા કરી શકે છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સોમવાર સવારે પણ સતત પાંચમા દિવસે ગંભીર શ્રેણીમાં રહી. જ્યારે સિસ્ટમ ઓફ એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR-India) ના જણાવ્યાં મુજબ શનિવારે નોંધાયેલા 504ની સરખામણીમાં રવિવારે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 410 પર નોંધવામાં આવ્યો. તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
વાયુ પ્રદૂષણથી કેવી રીતે બચવું
– સારી ક્વોલિટીવાળા માસ્કનો ઉપયોગ ચોક્કસ કરો.
– નિયમિત રીતે તરળ પદાર્થો લેતા રહો અને ડિઆઈડ્રેટ ન થવા દો.
– AQI ઈન્ડેક્સ 150થી વધુ હોય તો ક્રિકેટ, હોકી, સાઈકલિંગ અને મેરાથન જેવા ખેલોથી અંતર જાળવવું જોઈએ.
– AQI ઈન્ડેક્સ 200થી વધુ હોય તો તેવી સ્થિતિમાં પાર્કમાં દોડવાથી પણ અંતર જાળવવું.
– AQI ઈન્ડેક્સ 300થી વધુ હોય તો લાંબા અંતરે ફરવું નહીં.
– AQI ઈન્ડેક્સ જો 400 પાર જાય તો ઘરની અંદર જ રહો અને સામાન્ય ફરવાનું પણ ટાળો.