સ્વચ્છતા હી સેવા સંદેશ સાથે રાજ્ય સહિત દેશભરમાં અભિયાન

1
112
સ્વચ્છતા હી સેવા સંદેશ સાથે રાજ્ય સહિત દેશભરમાં અભિયાન
સ્વચ્છતા હી સેવા સંદેશ સાથે રાજ્ય સહિત દેશભરમાં અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  1લી ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી 1 કલાક માટે રાષ્ટ્રની સ્વચ્છતા માટે બધાને એકસાથે અથવા અને સ્વૈચ્છિક સેવા આપવા શ્રમદાનની અપીલ કરી છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર  પટેલે  અમદાવાદમાં સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે સ્વચ્છતા માટે શ્રમદાન’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાફ કરવામાં 25 મિનિટથી વધુ સમય તેઓએ  સફાઈ કરી. આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ  કોર્પોરેશનના  કમિશનર પણ હાજર રહ્યા હતા. દેશભરમાં મોદી સરકારે ગાંધી જ્યંતીના ઉપલક્ષમાં આજે 1 કલાકના શ્રમદાનની લોકોને અપીલ કરી હતી જેનો બોહોળો પ્રતિસાદ દેશભરમાં જોવા મળી રહ્યો છે,શ્રમદાનમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહએ પણ સાયફ સફાઈ કરી પરિશ્રમ કર્યો હતો અમિતશાહે અમદાવાદના રાણીપ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈ અન્યોને પ્રેરણા આપી હતી.ગૃહ મંત્રી અમિત શાહ એ રાણીપ બસ સ્ટેન્ડ સામે આવેલા કષ્ટભંજન હનુમાન દેવના દર્શન કરીને હાથમાં સાવરણો લઈને બસ સ્ટેન્ડ ની આજુબાજુ સફાઈ હાથ ધરીતેમની સાથે સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ  શેર સંગઠનના હોદ્દેદારો તેમજ રાણીપ ના કાઉન્સિલરો મોરચાના હોદ્દેદારો સફાઈ કરીને સ્વચ્છતા હી સેવા અભિયાનને આજથી શરૂઆત કરાવી.

1

આ અભિયાનને વધુ સારી રીતે લોકો સુધી પહોંચે તે માટે ઓડિશામાં પુરી બીચ પર ‘સ્વચ્છાતા હી સેવા’ સંદેશ સાથેની જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શને અદભુત સેન્ડઆર્ટ નિર્માણ કર્યું હતું અને સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશો આપ્યો હતો. આ રેત શિલ્પ કલાકારે તેમની સાથેની ટીમ દ્વારા કલાકોની મહેનત પછી બન્યું હતું અને બીચ પર આવેલા લોકો જોઈને અચંબિત થયા હતા.

એક તરફ વડાપ્રધાનની અપીલરહી દેશભરમાં સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન આપીને લોકો જોડાઈ રહ્યા છે ત્યારે મુંબઈના સહીસરમાં શાળાના બાળકોએ પણ સુત્રોચારના બેનર સાથે લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવાની અપીલ કરી હતી. રાજ્યમાં અનેક જગ્યાએ આ અભિયાન વહેલી સવારથી શરુ થયું હતું. ગાંધીનગર માં પણ વિધાનસભાના અધ્યક્ષે પરિસરમાં શ્રમદાન થાકી સ્વચ્છતાનો સંદેશો આપ્યો. ગાંધીનગર વિધાનસભા સંકુલ પરિસરમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને વિધાનસભા સચિવ ડી.એમ.પટેલ સહિતના અધિકારીઓ કર્મચારીઓએ સફાઈ હાથ ધરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કલાક તમામ લોકોને શ્રમદાન થકી સફાઈ અભિયાનમાં જોડાવવા આવાહન કર્યું હતું. જેના ભાગરૂપે વિધાનસભા પરિસરમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીજીની પ્રતિમા ,સરદાર વલ્લભભાઈ પટેલની, વિઠ્ઠલભાઈ પટેલની પ્રતિમા આસપાસ સફાઈ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ પ્રતિમાની ધોઈને પુષ્પાંજલિ પણ કરવામાં આવી હતી. સાથે જ પરિસરના ગાર્ડન સહિત આસપાસ વિસ્તારોમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશમાં ૧ લી ઓક્ટોબર થી સેવા પખવાડિયાની ઉજવણી આજથી કરવામાં આવી.૧લી ઓક્ટોબર ૨૦૧૪ થી શરુ કરેલા અભિયાન ને વેગ આપવામાં આવ્યો.સ્વચ્છતા માટે શ્રમદાન કરવાના અભિયાનના ભાગરૂપે સવારે 10 થી 11 વાગ્યા સુધી એક કલાક શ્રમદાન કરવાના અભિયાનને પ્રતીક રૂપે શરૂ કરવામાં આવ્યું.૧લી ઓક્ટોબર 2023 થી 15 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં સેવા પખવાડિયું મનાવવામાં આવી રહ્યું છે..

1 COMMENT

Comments are closed.