CAA : દેશમાં CAA લાગુ,  કેન્દ્ર સરકારે  CAAને લઈને જાહેર કર્યું નોટિફિકેશન  

0
87
CAA
CAA

CAA : લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત પહેલા જ કેન્દ્ર સરકાર દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 (CAA) લાગુ  કરી દીધું છે.   ગૃહમંત્રી અમિત શાહે તેમના ચૂંટણી ભાષણોમાં ઘણી વખત નાગરિકતા સંશોધન કાયદો અથવા CAA લાગુ કરવાની વાત કરી છે. તેમણે જાહેરાત કરી હતી કે લોકસભા ચૂંટણી પહેલા તેનો અમલ કરવામાં આવશે.  

CAA

CAA : શું છે Citizenship Amendment Act

CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં. 

CAA

ભારતીય નાગરિકતા અધિનિયમ 1995માં ફેરફાર કરતું સંશોધિત બિલ સૌપ્રથમવાર 2016માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બિલ લોકસભામાં પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. બાદમાં તેને સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. 2019ની ચૂંટણીમાં જ્યારે મોદી સરકાર ફરી સત્તામાં આવી ત્યારે ફરીથી સંસદમાં બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

CAA

ડિસેમ્બર 2019 માં, સંસદના બંને ગૃહો દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી હતી. આ સમયગાળા દરમિયાન દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. શાહીન બાગ સહિત દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ઘણા મહિનાઓ સુધી ચાલ્યા. જો કે, પછી કોરોના રોગચાળાને કારણે બધું ઠંડું પડી ગયું.  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.