Home State Gujarat CA Final 2026 Results: સુરતના અક્ષત બેરીવાલે મેળવ્યો ઓલ ઈન્ડિયા 10મો રેન્ક,...

CA Final 2026 Results: સુરતના અક્ષત બેરીવાલે મેળવ્યો ઓલ ઈન્ડિયા 10મો રેન્ક, વડોદરામાં સ્કૂલવાન ચાલકના પુત્રએ રચ્યો ઈતિહાસ

0
113
CA Final 2026 Results
CA Final 2026 Results

CA Final 2026 Results: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા મે-2026માં લેવાયેલી CA ફાઈનલની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે ઝળહળતી સફળતા મેળવી છે. સુરતના 6 વિદ્યાર્થીઓએ દેશના ટોપ-50માં સ્થાન મેળવ્યું છે, જ્યારે વડોદરામાં એક સ્કૂલવાન ચાલકના દીકરાએ આર્થિક તંગી વચ્ચે સીએ બનીને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

CA Final 2026 Results

CA Final 2026 Results: સુરતમાં અક્ષત બેરીવાલ પ્રથમ: બહેન પ્રેરણાસ્ત્રોત બની

સુરતના અક્ષત બેરીવાલે સમગ્ર દેશમાં 10મો રેન્ક (AIR 10) મેળવીને સુરતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. અક્ષતના પિતા ટેક્સટાઇલ બિઝનેસ સાથે જોડાયેલા છે. અક્ષતે જણાવ્યું કે, “મારી મોટી બહેને અગાઉ ઓલ ઇન્ડિયામાં પ્રથમ રેન્ક મેળવ્યો હતો, જેમાંથી મને સીએ બનવાની પ્રેરણા મળી.”

CA Final 2026 Results
  • સફળતાની સ્ટ્રેટેજી: અક્ષતે રોજના 90-95% ટાર્ગેટ પૂરા કરીને જ ઊંઘવાનું રિયાલિસ્ટિક પ્લાનિંગ રાખ્યું હતું. આર્ટિકલશિપ, ઓફિસનું પ્રેશર અને અન્ય કોર્સની અડચણો છતાં તેણે લાઈફ મેનેજમેન્ટ સાથે આ સિદ્ધિ મેળવી.
  • અન્ય વિજેતાઓ: સુરતના રાજ શાહે ઓલ ઇન્ડિયા 30મો રેન્ક મેળવી શહેરમાં બીજું સ્થાન મેળવ્યું છે.
CA Final 2026 Results

CA Final 2026 Results: અઘરા પેપરમાં પણ ઓનલાઇન સ્ટુડન્ટનો કમાલ

પેનોર્મિક એજ્યુકેશનના સીએ રિષભ ડાકલિયાએ જણાવ્યું કે તેમની સંસ્થાના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા રેન્કમાં આવ્યા છે. જેમાં સંસ્થાની એક ઓનલાઇન વિદ્યાર્થીનીએ ઓલ ઇન્ડિયા 8મો રેન્ક મેળવ્યો છે. આ વર્ષે ‘એડવાન્સ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ’નું પેપર ખૂબ જ અઘરું અને મોડ્યુલ બહારનું હોવા છતાં વિદ્યાર્થીઓએ અડગ રહીને શાનદાર પરિણામ મેળવ્યું છે.

CA Final 2026 Results

CA Final 2026 Results: વડોદરાનું 14.70% પરિણામ: લક્ષ્મણ ખડકા શહેરમાં પ્રથમ

વડોદરામાંથી આ વર્ષે 626 વિદ્યાર્થીઓમાંથી 92 વિદ્યાર્થીઓ પાસ થતાં વડોદરાનું પરિણામ 14.70% રહ્યું છે.

  • પ્રથમ રેન્ક: લક્ષ્મણ ધર્મેશ ખડકાએ 400માંથી 350 માર્ક્સ સાથે વડોદરામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. લક્ષ્મણે જણાવ્યું કે તેણે ક્યારેય મહેનતના કલાકો ગણ્યા નથી અને સોશિયલ મીડિયાથી દૂર રહીને પ્રથમ પ્રયાસે જ આ સફળતા મેળવી છે.
  • બીજો અને ત્રીજો રેન્ક: જીયા સમીર શાહ અને કીર્તન કમલેશ પ્રજાપતિ 345 માર્ક્સ સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે અને દેવાંગ કર્ણિક 330 માર્ક્સ સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.

CA Final 2026 Results: સ્કૂલવાન ચાલકના દીકરાએ પિતાના સંઘર્ષનો વાળ્યો બદલો

વડોદરામાં ચોથો રેન્ક (329 માર્ક્સ) મેળવનાર મોહમ્મદઅમાન રંગરેજની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. મોહમ્મદઅમાન તેની આખી પેઢીમાં સીએ બનનાર પ્રથમ વ્યક્તિ છે. તેના પિતા સ્કૂલવાન ચલાવે છે.

“મારા પિતાએ આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં મારા ભણતરમાં ક્યારેય ઓછપ આવવા દીધી નથી. પિતાના આ અથાગ પરિશ્રમને જોઈને મેં કન્સિસ્ટન્સી સાથે મહેનત કરી. હવે હું ઈચ્છું છું કે મારા પિતા ડ્રાઇવિંગના કામમાંથી આરામ કરે, કારણ કે હવે ઘરની જવાબદારી હું સંભાળીશ અને તેમને એક સુખ-સુવિધા સભર જીવન આપીશ.” — મોહમ્મદઅમાન રંગરેજ

આ પરિણામો સાબિત કરે છે કે યોગ્ય પ્લાનિંગ, સોશિયલ મીડિયાથી અંતર અને કઠોર પરિશ્રમ થકી ગમે તેવી આર્થિક કે માનસિક અડચણોને પાર કરીને સફળતાના શિખરો સર કરી શકાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 અમેરિકા-ઈરાન યુદ્ધનો અંત: ૧૧૦ દિવસના લોહીયાળ જંગ બાદ ટ્રમ્પનું ‘સરેન્ડર’, વૈશ્વિક અર્થતંત્રને ₹૧૨૨ લાખ કરોડનું આંધણ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે