તિરંગાના રંગમાં રંગાયુ બુર્જ ખલીફા, બિલ્ડિંગ પર જોવા મળી PM મોદીની તસ્વીર

0
44
બુર્જ ખલીફા
બુર્જ ખલીફા

વિશ્વનું સૌથી ઉચુ બિલ્ડીંગ બુર્જ ખલીફા તિરંગાના રંગમાં રગાયુ હતુ, પીએમ મોદીની તસ્વીર બુર્ઝ ખલીફા ઉપર જોવા મળી હતી, પીએમ મોદી યુએઇના મુલાકાતે હોવાથી બુર્ઝ ખલીફા ઉપર તેમનું આગવી રીતે સ્વાગત કરાયુ હતું એમાય શુક્રવારનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ હતો. એક તરફ ભારતે 4 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્ર પર છલાંગ લગાવી છે તો બીજી તરફ PM મોદીને પેરિસમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

પીએમ  મોદી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રગીત સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાન્સના 2 દિવસના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે UAE પહોંચી ગયા છે. અહીં અબુ ધાબીમાં તેમણે UAEના રાષ્ટ્રપતિ અને ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ જાયદ નાહયાને તેમનું સ્વાગત કર્યું હતુ. UAEમાં તેમના સ્વાગત માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.જેના માટે દુબઇના બુર્ઝ ખલીફા ઉપર ખાસ સાંકેતિક સ્વાગત કરાયુ હતુ,

સ્વાગત માટે ખાસ તૈયારી કરાઇ

દુબઇમાં બનેલી વિશ્વની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા અને દુબઈની ફ્રેમ પર ત્રિરંગા અને પીએમ મોદીની તસવીર સાથે ‘વેલકમ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી’ લખવામાં આવ્યું હતું. જે એક ઐતિહાસિક ક્ષણ હતી.

સોશિયલ મીડિયા પર બુર્જ ખલીફાના આ ફોટા અને વીડિયો વાયરલ થઈ રહી છે. ઘણા ટ્વિટર યુઝર્સ પણ આ પગલા માટે UAE નો આભાર માની રહ્યા છે. મહત્વનું છેકે, વડાપ્રધાન બન્યા બાદ મોદીની યુએઈની આ 5મી મુલાકાત છે. 2019 માં, પીએમ મોદીને UAE દ્વારા તેના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ ઝાયેદ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા

વિશ્વનું સૌથી ઉચુ બિલ્ડીંગ બુર્જ ખલીફા તિરંગાના રંગમાં રગાયુ હતુ, પીએમ મોદીની તસ્વીર બુર્ઝ ખલીફા ઉપર જોવા મળી હતી, પીએમ મોદી યુએઇના મુલાકાતે હોવાથી બુર્ઝ ખલીફા ઉપર તેમનું આગવી રીતે સ્વાગત કરાયુ હતું એમાય શુક્રવારનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ હતો. એક તરફ ભારતે 4 વર્ષ બાદ ફરી એકવાર ચંદ્ર પર છલાંગ લગાવી છે તો બીજી તરફ PM મોદીને પેરિસમાં ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. 

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.