Home Main ભાજપે ગુજરાતમાં  રાજ્યસભા માટેના બે ઉમેદવારોની કેવી રીતે આપી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી...

ભાજપે ગુજરાતમાં  રાજ્યસભા માટેના બે ઉમેદવારોની કેવી રીતે આપી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ! પીએમ મોદી નહી પણ અમિત શાહની છે પસંદગી

0
570

આગામી 24મી જુલાઈએ રાજ્યસભા ની 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ગુજરાતમાં ત્રણ સીટો પરથી ચૂંટણી યોજાવાની છે. વિદેશમંત્રી એસ. જયશંકરને ભાજપે ફરી ગુજરાતમાંથી રાજ્યસભા માં મોકલ્યા છે તો બીજા બે નામોને લઈને ભારે અટકળો ચાલી રહી હતી પરંતુ દર વખતની માફક આ વખતે પણ ભાજપે રાજ્યસભા ના બે ઉમેદવારોના નામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે. ભાજપે રાજ્યસભામાં વાંકાનેર રાજવી પરિવારમાંથી કેસરીસિંહ ઝાલા અને કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈને ટિકીટ આપી છે. ત્યારે જાણીએ રાજ્યસભાના આ ઉમેદવારોને ભાજપે કયા ગણિત સાથે પસંગ કર્યા છે, ત્યારે ચૂંટણી બિનહરિફ થાય તેવી સંભાવના છે

કેસરીદેવ સિહ ઝાલાના પિતા કોંગ્રેસમાં હતા મંત્રી

કેસરીદેવસિંહ ઝાલા ભારત સરકારના પ્રથમ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેરના રાજવી સ્વ. ડૉ. દિગ્વિજયસિંહજી પ્રતાપસિંહજી ઝાલાના પુત્ર છે. વાંકાનેર રાજવી પરિવારમાંથી આવતા કેસરીદેવસિંહજી રાજકિય, સામાજીક અને ધાર્મિક ક્ષેત્રે સતત સક્રિય છે અને 16માં રાજવી તરીકે તેમણે ગાદી ધારણ કરેલી છે.વર્ષ 2011માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાઈ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ગત તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભાજપે તેમને સંપૂર્ણ જવાબદારી સોંપી હતી તેમાં તેઓ સફળ થયાં હતા અને આઝાદી બાદ પહેલી વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપને સત્તા અપાવી હતી. હવે તેમને ભાજપમાંથ રાજ્યસભા મા મોકલવામાં આવ્યા છે

બાબુભાઈ જેસંગભાઇ દેસાઇ સમાજના છે ભામાસા

વર્ષ 2007 થી 2012 દરમિયાન કાંકરેજના ધારાસભ્ય રહી ચુકેલા બાબુભાઈ દેસાઈ રબારી સમાજમાંથી આવે છે અને તેમની ઓળખ ભામાશા અને દાનવીર રત્ન તરીકેની છે. બાબુભાઈ દેસાઈ તેમની સામાજીક, રાજકિય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના કારણે લોકો વચ્ચે રહ્યાં અને અનેક સંસ્થાઓમાં સેવાઓ આપી પોતાનું જાહેર જીવન ઉજળું કર્યું છે. તેમજ પક્ષ પ્રત્યે વફાદાર રહી સાચા સૈનિક તરીકે કામ કરી સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડી. સોશિયલ મીડિયામાં પણ તેમની ઘણી સક્રિયતા રહી છે

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે