Budget 2024: સોનું-ચાંદી, કેન્સરની દવાઓ સસ્તી; જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું

0
224
Budget 2024: સોનું-ચાંદી, કેન્સરની દવાઓ સસ્તી; જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું
Budget 2024: સોનું-ચાંદી, કેન્સરની દવાઓ સસ્તી; જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું

Budget 2024: આ બજેટમાં તમામ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત કરી છે.  નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધારવામાં આવી છે. 3 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. નવા માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી 75 હજાર કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાતો કરી છે. 3 લાખથી 5 લાખની આવક પર 5 ટકા ટેક્સ આપવો પડશે. 7થી 10 લાખ સુધીની આવક પર 10 ટકા ટેક્સ આપવો પડશે.  10થી 12 લાખની આવક પર 15 ટકા ટેક્સ રાખવામાં આવ્યો છે.

Budget 2024: સોનું-ચાંદી, કેન્સરની દવાઓ સસ્તી; જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું
Budget 2024: સોનું-ચાંદી, કેન્સરની દવાઓ સસ્તી; જાણો શું થયું સસ્તું અને શું થયું મોંઘું

Budget 2024: સોના-ચાંદીના ભાવમાં થશે ઘટાડો

ગત એક વર્ષમાં ઘરેલૂ ગેસ સિલિન્ડરના ભાવ 300 રૂપિયા ઘટ્યા છે. આ દરમિયાન તુવર દાળ લગભગ 30 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઇ છે. સોયાબીન તેલ, લોટ અને ચોખાના ભાવમાં વધુ ફેરફાર થયો નથી. 

ગત એક વર્ષ કરતા સોના-ચાંદી 13,000 રૂપિયા મોંઘા બન્યા છે. સરકારે હવે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા કરી દીધી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરતા કહ્યું કે કેન્સરની દવાઓ સસ્તી થશે.

મોબાઈલ તેમજ મોબાઈલના ચાર્જર સહિત અન્ય ઉપકરણો પર BCD 15 ટકા ઘટાડી દેવામાં આવ્યા છે.

આ સિવાય ચામડા અને ફૂટવેર પરની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

બીજી તરફ, ટેલિકોમ સાધનો મોંઘા થયા છે, તેના પર કસ્ટમ ડ્યુટી વધારીને 15 ટકા કરી દેવામાં આવી છે.

Budget 2024: અહીં જાણો શું બન્યું સસ્તું અને શું મોંઘું

કેન્સરની સારવાર માટે વધુ ત્રણ દવાઓ પર કસ્ટમ ડિસ્કાઉન્ટ

મોબાઈલ ફોન, સંબંધિત પાર્ટસ, ચાર્જર પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો

એક્સરે ટ્યુબ પર ડિસ્કાઉન્ટ

મોબાઈલ ફોન અને ચાર્જર પર ડ્યુટી 15% ઘટાડી

25 મહત્વપૂર્ણ ખનિજો પરની ડ્યુટી નાબૂદ

ફિશ ફીડ પર ડ્યૂટી ઘટાડી

દેશમાં બનેલું લેધર, કાપડ અને શૂઝ સસ્તા થશે

સોના અને ચાંદી પર 6% ઓછી ડ્યુટી

પ્લેટિનમ પર 6.4% ડ્યુટી ઘટાડી

પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર આયાત ડ્યુટી વધી

પેટ્રોકેમિકલ – એમોનિયમ નાઈટ્રેટ પર કસ્ટમ ડ્યુટી વધી

પીવીસી – આયાત ઘટાડવા માટે 10 થી 25 ટકા વધારો

હવાઈ ​​મુસાફરી મોંઘી થઈ

સિગારેટ પણ મોંઘી થઈ

વધુ ફેરફાર થયો નથી. 

શું સસ્તું થયુંશું મોંઘું થયું
મોબાઇલ ચાર્જરપીવીસી ફ્લેક્ષ બેનર
મોબાઇલ ફોનટેલિકોમ ઉપકરણો
સોના ચાંદીના ઘરેણાપ્લાસ્ટિકની વસ્તુઓ
સોલાર સેલ/સોલાર પેનલ
તાંબામાંથી બનેલો સામાન
કેન્સરની ત્રણ દવાઓ
લિથિયમ બેટરી સસ્તી
પ્લેટિનમમાંથી બનેલો સામાન
ચામડાંમાંથી બનેલી પ્રોડક્ટ
ઇલેક્ટ્રિક વ્હીકલ
ઇમ્પોર્ટેડ જ્વેલરી
વિજળીના તાર
એક્સરે મશીન
ફીશ શિડ 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો