Stock Market : આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં મોદી 3.0નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું. આ બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. જોકે, આ બજેટ શેર બજાર રોકાણકારોને અનુકુલ નથી આવ્યું.કારણ કે, આજે શેર બજારમાં મોટો કડાકો બોલ્યો છે.
Stock Market : બજેટ બાદ આજે એટલે કે 23 જુલાઈએ શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 80,003ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં 180 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 24,330ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
Stock Market : અમુક ફાઈનાન્શિયલ એસેટ્સમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેન પર ટેક્સ દર 15%થી વધારીને 20% કરવામાં આવ્યો છે. તેમજ, લોંગ ટર્મ કેપિટલ ગેન (LTCG) પર ટેક્સ રેટ 10%થી વધારીને 12.5% કરવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે, લોંગ ટર્મ કેપિટલ ગેન માટેની મુક્તિ મર્યાદા રૂ. 1 લાખથી વધારીને રૂ. 1.25 લાખ કરવામાં આવી છે.
Stock Market : રોકાણકારોએ રૂ. 8.8 લાખ કરોડ ગુમાવ્યા
Stock Market : BSEના માર્કેટ કેપિટલાઇઝેશન મુજબ, રોકાણકારોની સંપત્તિ અગાઉના સત્રમાં રૂ. 448.32 લાખ કરોડની સરખામણીએ રૂ. 8.85 લાખ કરોડ ઘટીને રૂ. 439.46 લાખ કરોડ થઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL), લાર્સન એન્ડ ટુબ્રો (L&T), HDFC બેન્ક, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), બજાજ ફાઇનાન્સ, ભારતી એરટેલ અને પાવરગ્રીડ જેવા અગ્રણી શેરોએ આજે ઘટાડામાં ફાળો આપ્યો હતો.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો