Budget 2026:નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. તેમનું બજેટ ભાષણ કુલ 85 મિનિટ સુધી ચાલ્યું હતું. બજેટ 2026માં સરકારે વિકાસ, આરોગ્ય, રેલવે અને નવનિર્માણ પર ખાસ ભાર મૂક્યો છે. નાણામંત્રીએ જણાવ્યું કે આ બજેટ દેશના માળખાકીય વિકાસ સાથે સામાન્ય નાગરિકને સીધી રાહત આપવા માટે રચાયું છે.
Budget 2026:7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત

બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રીએ દેશભરમાં 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાની જાહેરાત કરી. આ કોરિડોર શરૂ થતાં મુસાફરીનો સમય ઘટશે અને યાત્રીઓ માટે સફર વધુ ઝડપી તથા સુવિધાજનક બનશે. રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
Budget 2026:આરોગ્ય ક્ષેત્રને મોટો વેગ
આરોગ્ય સુવિધાઓને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા 3 આયુર્વેદિક AIIMS સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ કેન્સર જેવી ગંભીર બીમારીઓની સારવાર સસ્તી બને તે માટે કેન્સરની 17 દવાઓ પર કસ્ટમ ડ્યુટી માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી લાખો દર્દીઓને સીધી રાહત મળશે.
Budget 2026:બજેટમાં શું થયું સસ્તું?
બજેટ 2026માં કેટલાક દૈનિક ઉપયોગ અને આરોગ્ય સાથે જોડાયેલા ઉત્પાદનો સસ્તા બન્યા છે.
• ચામડાના ઉત્પાદનની વસ્તુઓ, જૂતા અને બેગ સસ્તા થશે
• સોલાર ઊર્જા માટેની સામગ્રી સસ્તી થશે
• કેન્સર અને ડાયાબીટીસની દવાઓ સસ્તી થશે
• માઇક્રોવેવ ઓવનના ભાવમાં ઘટાડો થશે

બજેટમાં શું થયું મોંઘું?
સરકારએ આવક વધારવા અને નિયમન માટે કેટલાક ઉત્પાદનો પર ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે નીચેના ઉત્પાદનો મોંઘા બનશે.

• શરાબ
• ખનીજ
• સ્ક્રેપ
• સિગારેટ અને તમાકુ ઉત્પાદનો
નાણામંત્રીએ જણાવ્યું કે બજેટનો ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થાને ગતિ આપવાની સાથે આરોગ્ય અને પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને આરોગ્ય અને રેલ્વે ક્ષેત્રમાં કરાયેલી જાહેરાતોને લાંબા ગાળે દેશ માટે લાભદાયી માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો :2026 Live UPDATES: બજેટમાં મોટી જાહેરાત: દેશમાં 3 નવા AIIMS અને 7 હાઈસ્પીડ રેલવે કોરિડોર બનશે




