ચાર આદિવાસી ગામડાની લેશે મુલાકાત
કેન્દ્રીય વિદેશ મંત્રી મંત્રી ડો એસ. જયશંકર આજથી ગુજરાતની મુલાકાતે છે અને વડોદરા એરપોર્ટ પર આજે સવારે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં યુવાનો તેમને મળવા આતુર હતા. કેટલાક યુવાનોએ તેમની સાથે સેલ્ફી લીધી હતી.
વિદેશમંત્રી જયશંકર ગુજરાતના નર્મદા જીલ્લાની મુલાકાતે છે અને આ વિસ્તારના આદિવાસી ગામની મુલાકાત લેશે અનેસ્થાનીક સમસ્યાઓની જાણકારી મેળવશે. સાથેજ આ વિસ્તારની સંસ્કૃતિના દર્શન કરશે.