Actor Govinda: ગોવિંદાને વાગી ગોળી, અભિનેતા પોતાની બંદૂકથી ઘાયલ, હાલતમાં સુધારો

0
126
Actor Govinda: ગોવિંદાને વાગી ગોળી, અભિનેતા પોતાની બંદૂકથી ઘાયલ, હાલતમાં સુધારો
Actor Govinda: ગોવિંદાને વાગી ગોળી, અભિનેતા પોતાની બંદૂકથી ઘાયલ, હાલતમાં સુધારો

Bollywood actor Govinda: બોલિવૂડ એક્ટર ગોવિંદા ઘાયલ થયો છે. તેને પગમાં ગોળી વાગી હતી. આ બનાવ આજે સવારે પોણા પાંચ વાગ્યાના સમયે બન્યો હતો. ગોવિંદા સવારે ક્યાંક જવા માટે નીકળી રહ્યો હતો ત્યારે અકસ્માતે મિસફાયર થયો હતો. જે બાદ ગોવિંદાને ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Actor Govinda: ગોવિંદાને વાગી ગોળી, અભિનેતા પોતાની બંદૂકથી ઘાયલ, હાલતમાં સુધારો
Actor Govinda: ગોવિંદાને વાગી ગોળી, અભિનેતા પોતાની બંદૂકથી ઘાયલ, હાલતમાં સુધારો

Govinda Shot By Gun: ગોવિંદાના પગમાં ગોળી વાગી

પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગોવિંદાની બંદૂકને પોતાના કબજામાં લઈ લીધી. જે બાદ પોલીસ આ કેસની તપાસમાં વ્યસ્ત છે. ગોવિંદાના પગમાં ગોળી વાગ્યા બાદ ખૂબ લોહી વહી ગયું છે. જેના કારણે તેની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હાલમાં ગોવિંદા અંધેરીની ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ છે. કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ પરિવારના સભ્યોના નિવેદન નોંધશે.

ગોવિંદા ખતરાની બહાર

Govinda news – અભિનેતાની હાલત હવે ખતરાની બહાર છે. તે કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો. તે રિવોલ્વર સાફ કરીને કબાટમાં રાખતો હતો. આ દરમિયાન પિસ્તોલ જમીન પર પડી હતી, જે બાદ તે મિસ ફાયર થઈ ગઈ હતી. તેને ઘૂંટણ નીચે ગોળી વાગી હતી. તેમની હાલત સ્થિર છે તેથી ગભરાવાની જરૂર નથી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ગોવિંદાએ આ દિવસોમાં એક્ટિંગની દુનિયાથી દૂરી બનાવી રાખી છે. તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જોકે તેના મ્યુઝિક વીડિયો આવતા રહે છે. આ સાથે તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. ગોવિંદા તેની પત્ની સુનીતા સાથે ટીવી પર જોવા મળે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો