BNS : 1 જુલાઈ, 2024થી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે. સરકારે શનિવારે (24 ફેબ્રુઆરી) આને લગતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. એટલે કે, હવે ઈન્ડિયવ પીનલ કોડ (IPC)ના બદલે ભારતીય ન્યાય સંહિતા લાગુ કરવામાં આવશે, ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC)ના બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લાગુ કરવામાં આવશે અને એવિડેન્સ કાયદાના બદલે ભારતીય પુરાવા અધિનિયમ લાગુ કરવામાં આવશે.
BNS : દેશમાં ત્રણ નવા ક્રિમિનલ લો (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ) 1 જુલાઈથી લાગૂ થશે. તેને ભારતની ક્રિમિનલ લો સિસ્ટમને સંપૂર્ણ રીતે બદલનારાગણાવવામાં આવી રહ્યાં છે. ત્રણેય કાયદાને પાછલા વર્ષે 21 ડિસેમ્બરે સંસદની મંજૂરી મળી અને 25 ડિસેમ્બરે આ કાયદાને રાષ્ટ્રપતિએ પોતાની સહમતિ આપી હતી.
BNS : કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જાહેર ત્રણ નોટિફિકેશન અનુસાર, નવા કાયદાની જોગવાઈ 1 જુલાઈથી લાગૂ થશે. આ ત્રણેય કાયદા ગુલામી યુગના ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા અને 1872ના ભારતીય સાક્ષ્ય અધિનિયમની જગ્યા લેશે. ત્રણેય કાયદાઓનો ઉદ્દેશ્ય વિવિધ ગુનાઓને વ્યાખ્યાયિત કરીને અને તેના માટે સજા નક્કી કરીને દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સંપૂર્ણ રીતે પરિવર્તિત કરવાનો છે.
BNS : નવા કાયદાના અમલ પછી, તે કલમોમાં ફેરફાર થશે જે ગુનાની ઓળખ બની ગયા હતા.જેમ કે આઈપીસીની કલમ 302, જે હત્યા માટે લાગુ કરવામાં આવી છે, તેને હવે કલમ 101 કહેવામાં આવશે. કલમ 420, જે છેતરપિંડી માટે લાગુ કરવામાં આવી હતી, તે હવે કલમ 316 હશે. હત્યાના પ્રયાસ માટે લાગુ કરાયેલી કલમ 307 હવે કલમ 109 કહેવાશે. જ્યારે બળાત્કાર માટે લાગુ કરાયેલી કલમ 376 હવે કલમ 63 હશે.
BNS : કુલ 358 કલમો અને 20 નવા ગુના
ભારતીય ન્યાય સંહિતામાં કુલ 358 કલમો અને તેમાં 20 નવા ગુનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં સ્નેચિંગથી લઈને મોબ લિન્ચિંગ સામેલ કરવામાં આવ્યા છે. સાથે 33 ગુનામાં સજા વધારવામાં આવી છે. સાથે 33 એવી કલમો કે ગુના છે જેમાં દંડની રકમ વધારી દેવામાં આવી છે. એવા 23 ગુના છે જેમાં લઘુત્તમ સજાની જોગવાઈ નહોતી, જેમાં લઘુત્તમ સજા શરૂ કરવામાં આવી છે. 19 એવી કલમો છે જેને હટાવી દેવામાં આવી છે. સાથે સજા તરીકે સામાજિક અને સામુદાયિક સેવાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પહેલા આ નહોતું. રાજદ્રોહ જેવા ગુનાને હવે નવા કાયદામાંથી હટાવી દેવામાં આવ્યો છે. બીએન 2 સંહિતાની કલમ-113માં આતંકવાદથી સંબંધિત વ્યાખ્યા અને સજાની જોગવાઈ છે.
BNS : ભારતીય ન્યાયિક સંહિતામાં કયા મોટા ફેરફારો થયા?
- ભારતીય ન્યાય સંહિતા (BNS)માં 20 નવા ગુના ઉમેરવામાં આવ્યા છે.
- ઓર્ગેનાઈઝ્ડ અપરાધ, હિટ એન્ડ રન, મોબ લિંચિંગ પર સજાની જોગવાઈ.
- દસ્તાવેજોમાં ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડ્સનો સમાવેશ થાય છે.
- IPCમાં રહેલી 19 જોગવાઈઓ દૂર કરવામાં આવી છે.
- 33 ગુનામાં જેલની સજા વધારવામાં આવી છે.
- 83 ગુનામાં દંડમાં વધારો કરવામાં આવ્યો છે.
- છ ગુનામાં સામુદાયિક સેવાની સજાની જોગવાઈ કરાઈ છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे