Tiranga Yatra: રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજાશે તિરંગા યાત્રા, રાજકોટમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ

0
200
Tiranga Yatra: રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજાશે તિરંગા યાત્રા, રાજકોટમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ
Tiranga Yatra: રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજાશે તિરંગા યાત્રા, રાજકોટમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ

Tiranga Yatra: કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા ગુજરાત આવશે. ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રાની શરૂઆત કરાવશે. 10 ઓગસ્ટે રાજકોટ ખાતેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવશે.   

ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય પર આજે બે મહત્વની બેઠક યોજાશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના કોબા કમલમ પર બેઠક યોજાશે. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુઘ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં તિરંગા યાત્રા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે.

Tiranga Yatra: રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજાશે તિરંગા યાત્રા, રાજકોટમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ
Tiranga Yatra: રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ યોજાશે તિરંગા યાત્રા, રાજકોટમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ

15 ઓગસ્ટની શાનદાર ઉજવણી માટે રાજ્યભરમાં 10 ઓગસ્ટથી ભાજપ તિરંગા યાત્રા કાઢશે. જેની શરૂઆત રાજકોટથી કરાશે. 10 ઓગસ્ટે ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત રાજકોટથી કરાશે. જે તિરંગા યાત્રા (Tiranga Yatra) માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

Tiranga Yatra: 10 થી 15 ઓગસ્ટ હર ઘર તિરંગા યાત્રા  

10 ઓગસ્ટે રાજકોટ ખાતેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવશે. હર ઘર તિરંગા યાત્રા અભિયાન 10 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત ખાતેથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરાવશે.

રાજકોટમાં 50 હજારથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સુરતમાં એક લાખથી વધુ લોકો તિરંગા યાત્રામાં જોડાશે. સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ જોડાશે. 14 અને 15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. યાત્રાને સફળ બનાવવા મંડળ પ્રમુખથી લઇને મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવશે.

સુરતમાં લાખો લોકો જોડાય તેવી સંભાવના

રાજકોટની તિરંગા યાત્રામાં 50 હજારથી વધુ લોકો અને ભાજપના કાર્યકર્તાઓ જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.  તો 11 ઓગસ્ટે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં યોજાનારી તિરંગા યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેશે. 14 અને 15 ઓગસ્ટે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે મંડળ પ્રમુખથી લઈને મંત્રીઓને તેમની જવાબદારી સોંપવામાં આવી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો