BJP સાંસદ નિશિકાંત દુબેએ TMC સાંસદ મહુઆ મોઇત્રા પર સંસદમાં પ્રશ્નો પૂછવા માટે રોકડ-ગિફ્ટ લેવાનો આરોપ લગાવ્યો છે. TMC સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra) પર અદાણી જૂથ (ADANI GROUP)ને સંસદમાં નિશાન બનાવવા પૈસા લઈને પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ઝારખંડના BJP સાંસદ નિશિકાંત દુબે (BJP MP Nishikant Dubey)એ લોકસભા સ્પીકરને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે મહુઆએ રોકડ-ગિફ્ટ લઈને સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા. બિઝનેસમેન દર્શન હિરાનંદાની જોડેથી લાંચ લઈને પૂછવામાં આવ્યા હતા. મહુઆએ સંસદમાં અદાણી જૂથ વિરુદ્ધ પ્રશ્નો પૂછી અને દર્શન હિરાનંદાનીને ફાયદો કરાવવાનો પ્રયાસ કર્યો છે.
નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર પાસે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. BJP સાંસદે એડવોકેટ જય અનંત દેહાદરીને લખેલા પત્રના આધારે આ ફરિયાદ દાખલ કરી છે.
આ સમગ્ર મામલે TMC સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું છે કે, “તેઓ કોઈપણ પ્રકારની તપાસનું સ્વાગત કરે છે.”
મહુઆને ચૂંટણી લડવા માટે 75 લાખ રૂપિયા મળ્યા હતા :
આરોપ છે કે સવાલ પૂછવાના બદલામાં દર્શન હિરાનંદાનીએ મહુઆને રોકડ અને ભેટ આપી હતી. દર્શન હિરાનંદાનીએ 2019ની ચૂંટણી લડવા માટે મહુઆને 75 લાખ રૂપિયાની સહાય કરી હતી. દર્શને મહુઆને મોંઘો આઈફોન પણ ભેટમાં આપ્યો હતો. દર્શને મહુઆને ફાળવેલ સરકારી મકાનનું સમારકામ પણ કરાવ્યું હતું.
આરોપમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મહુઆએ દર્શનને તેના લોકસભા ખાતાને એક્સેસ કરવાની પરવાનગી આપી હતી. પ્રશ્નો કાં તો દર્શને પોતે પોસ્ટ કર્યા હતા અથવા મહુઆએ દર્શનના કહેવા પર પોસ્ટ કરી. વર્ષ 2019 અને 2023 વચ્ચે પૂછવામાં આવેલા 61 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નો હિરાનંદાનીના કહેવા પર પૂછવામાં આવ્યા છે તેઓ આરોપ લગાવવામાં આવ્યો છે.
રોકડને બદલે પ્રશ્ન ગુનો :
રોકડના બદલામાં પ્રશ્ન એ IPC 120-A હેઠળ ગુનો છે. ઘણા સાંસદો આ કલમ અંતર્ગત પોતાનું સભ્યપદ ગુમાવી ચૂક્યા છે. BJP સાંસદે મહુઆ વિરુદ્ધ તપાસ સમિતિ બનાવવાની માંગ કરી છે અને આ તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી મહુઆને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. નિશિકાંત દુબેએ એડવોકેટ જય અનંત દેહાદરીના પત્રના આધારે આ ફરિયાદ કરી છે.
એડવોકેટ જય અનંત દેહાદરીએ નિશિકાંત દુબેને શું કહ્યું?
2021માં દર્શને મહુઆને 2 કરોડ રૂપિયા આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય મીડિયામાં અદાણી અને વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરવા માટે 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. જુલાઈ 2019 માં, દર્શનના PA એ અદાણી વિરુદ્ધ ડોઝિયર મહુઆના ઘરે પહોંચાડ્યું હતું. અદાણી સામે મહુઆના આક્ષેપો હિંડનબર્ગ રિપોર્ટમાં પણ પ્રતિબિંબિત થાય છે. વડાપ્રધાન મોદી અને અદાણી ગ્રુપને ટાર્ગેટ કરવા માટે સવાલો પૂછવામાં આવ્યા હતા. આ પ્રશ્નો હિરાનંદાનીના હિત સાથે જોડાયેલા હતા.
કોણ છે દર્શન હિરાનંદાની?
દર્શન હિરાનંદાની રિયલ એસ્ટેટ મેગ્નેટ નિરંજન હિરાનંદાનીના પુત્ર અને રિયલ એસ્ટેટ બિઝનેસ હિરાનંદાની ગ્રુપના ભાવિ CEO છે. તેમનો એનર્જી, એજ્યુકેશન અને હેલ્થકેરમાં પણ બિઝનેસ છે. નવેમ્બર 2017 પેરેડાઈઝ પેપરમાં તેમના પર આરોપો લગાવવામાં આવ્યા હતા.
આ મુદ્દે હિરાનંદાનીના પ્રવક્તાએ કહ્યું છે કે આ આરોપો ખોટા છે. અમે ધંધો કરીએ છીએ, રાજકારણ નહીં. અમે દેશની ભલાઈ માટે સરકાર સાથે કામ કરતા આવ્યા છીએ અને કરતા રહીશું.
દેશ, દુનિયા અને રાજકારણના સમાચાર વાંચવા માટે – અહી ક્લિક કરો –