રાજસ્થાનમાં ભાજપ માસ્ટર પ્લાન સાથે મેદાનમાં

0
336

રાજસ્થાનમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને રાજકીય પક્ષોમાં અત્યારથીજ તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનના મતદારો સુધી પહોંચવા રણનીતિ તૈયાર કરી લીધી છે. ચૂંટણીનો જંગ જીતવા ભાજપનું આઈ ટી સેલ મેદાનમાં ઉતર્યું છે. અને વોટ્સએપ ચેમ્બર શરૂ કરશે જે અંતર્ગત એક ક્લિકથી એક લાખ વોટ્સ એપ ગ્રુપ સાથે જોડાયેલા કરોડો લોકો સાથે જોડાઈ શકે છે. જે માટે રહ્યમાં 50 લાખ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કાર્યક્રમ કરવાનો પ્લાન બનાવ્યો છે. દેશમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત ભાજપ કરી રહ્યું છે.

રાજ્યમાં હાલ કોંગ્રેસની સરકાર છે અને કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ એકબીજા પર શાબ્દિક પ્રહારો કરવાનું ચુકતા નથી. ભલે હાલ કોંગ્રેસનું મોવડી મંડળ સમાધાનની વટ કરી રહ્યું હોય પરંતુ અંદરખાને ઉકળતો ચરુ કેવું પરિણામ લાવે છે તે સમય બતાવશે.

ભાજપ માટે રાજસ્થાનની ચૂંટણી જીતવી ખુબ મહત્વની છે કારણકે કર્ણાટકમાં કારમી હાર પછી કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને પાર્ટીના તમામ નેતાઓ પણ આગામી રણનીતિ ઘડી રહ્યા છે.

હવે જોવાનું એ રહેશે કે રાજસ્થાનની જનતાનો મિજાજ કેવો રહેશે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર. લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ