ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું
ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદનથી રાજકારણ ગરમાયું
સ્મૃતિ ઈરાનીએ ઉદયનિધિના નિવેદન પર નિશાન સાધ્યું
આપણો અવાજ સનાતન ધર્મને પડકાર આપનારા સુધી પહોંચવો જોઈએઃ ઈરાની
ઉદયનિધિ સ્ટાલિનના વિવાદાસ્પદ નિવેદનને પગલે રાજકારણ રણ ગરમાયુ છે. ત્યારે આં અગે ભાજપ દ્વારા સતત ઈન્ડિયા ગઢબંધન અને વિપક્ષ કોંગ્રેસ પર પ્રહારો કરવામાં આવી રહ્યાં છે.ત્યારે આ અંગે સ્મૃતિ ઈરાનીએ પણ આકરા પ્રહારો કર્યાં છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉદયનિધિના નિવેદન પર નિશાન સાધ્યું છે. દિલ્હીના દ્વારકામાં જન્માષ્ટમીના ઉત્સવમાં બોલતા, તેમણે કહ્યું, આપણો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ જે લોકોએ ‘સનાતન ધર્મ’ ને પડકાર આપી રહ્યા છે. જ્યાં સુધી ભક્તો જીવિત છે, ત્યાં સુધી કોઈ આપણા ‘ધર્મ’ અને આસ્થાને પડકાર આપી શકશે નહીં,”
ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઈમાં એક સભાને સંબોધિત કરતા સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના જેવી બીમારીઓ સાથે કરી હતી. આ પછી તેણે પોતાના નિવેદન માટે માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું, ‘માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને નવી સંસદના ઉદ્ઘાટનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. સનાતન ધર્મનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યા આકરા પ્રહાર
ઈન્ડિયા ગઢબંધન પર સાધ્યું નિશાન
હિંદુઓ અને સનાતનનું અપમાન : અનુરાગ ઠાકુર
રાહુલ ગાંધીની નફરતની દુકાનમાં નફરતનો સામાન : રાહુલ ગાંધી
સનાતન ધર્મ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઈન્ડિયા ગઢબંધન પર આકરા પ્રહારો કર્યાં છે. અનુરાગ ઠાકુરે કહ્યું કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “આજે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ ઘમંડીયા ગઠબંધન ના નેતાઓનું ઘમંડ ઓછું કરે . તેમની વિચારસરણીમાં થોડો સુધારો થાય અને ભગવાન તેમને સદબુદ્ધી આપે, કારણ કે તેમનું અભિમાન તેમને નીચલા સ્તરના નિવેદન આપવા માટે મજબૂર કરી શકે છે તેઓ હિંદુઓ અને સનાતનનું અપમાન કરે છે…તેમના નેતાઓ રાહુલ ગાંધીની નફરતની દુકાનમાં નફરતનો સામાન વેચી રહ્યા છે.”
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ