ભાજપ દ્વારા તમામ સાંસદોને વ્હીપ જારી કરાયું

0
157
ભાજપ દ્વારા તમામ સાંસદોને વ્હીપ જારી કરાયું
ભાજપ દ્વારા તમામ સાંસદોને વ્હીપ જારી કરાયું

ભાજપ દ્વારા તમામ સાંસદોને વ્હીપ જારી કરાયું

સંસદના વિશેષ સત્રમાં હાજર રહેવા વ્હીપ

સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થશે

18 અને 22 સપ્ટેમ્બર વચ્ચે યોજાનાર સંસદના વિશેષ સત્ર માટે ભાજપે પાર્ટીના સાંસદોને એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ સાંસદોએ વિશેષ સત્ર દરમિયાન મહત્વપૂર્ણ કાયદાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા માટે હાજર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે હજુ સુધી આ સત્રનો એજન્ડા સ્પષ્ટ કર્યો નથી, જેને લઈને વિપક્ષ સતત નારાજગી વ્યક્ત કરી રહ્યો છે.આની વચ્ચે ભાજપ દ્વારા તમામ સાંસદોને વ્હીપ જારી કરાતા સ્પષ્ટ થાય છે કે મહત્વના બિલ રજૂ થઈ શકે છે.

17મી સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે હજુ સુધી આ સત્રનો એજન્ડા સ્પષ્ટ કર્યો નથી, જેને લઈને વિપક્ષ સતત નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. દરમિયાન, સરકારે વિશેષ સત્રના એક દિવસ પહેલા એટલે કે 17 સપ્ટેમ્બરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.

વિશેષ સત્ર અંગે અટકળો

દેશના રાષ્ટ્રપતિને સંસદનું વિશેષ સત્ર બોલાવવાનો અધિકાર છે. આ જોગવાઈનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવા માટે રાષ્ટ્રપતિ પાસેથી ભલામણ અને મંજૂરી લીધી છે. આ બેઠક સંસદની જૂની ઈમારત બાદ નવી ઈમારતમાં યોજાશે તેવી માહિતી મળી રહી છે. જો અહેવાલોનું માનીએ તો આ સમયગાળા દરમિયાન લગભગ 10 બિલ રજૂ કરવામાં આવી શકે છે.

હાલમાં, સંસદનું વિશેષ સત્ર બોલાવવા અંગે સરકાર દ્વારા વિગતવાર કંઈપણ કહેવામાં આવ્યું નથી. લોકસભા સચિવાલયના સૂત્રોને પણ આ અંગે કોઈ માહિતી નથી. સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, સંસદનું વિશેષ સત્ર પ્રથમ વખત 1970માં બોલાવવામાં આવ્યું હતું. ત્યારપછી અનેક વખત સંસદના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંચો અહીં કેરળમાં નિપાહ વાયરસે ચિંતા વધારી