BJP 2 LIST : આગામી લોકસભા ચૂંટણીને લઈને ભાજપ આજે ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ છે. પહેલી લિસ્ટમાં પાર્ટીએ 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જ્યારે આજે બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં અનેક મોટા નેતાઓના નામ છે, જેમાં નાગપુરથી નીતિન ગડકરીને, હરિયાણાના પૂર્વ સીએમ મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત હર્ષ મલ્હોત્રાને પૂર્વી દિલ્હીથી યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ મળી છે.
BJP 2 LIST : મહારાષ્ટ્ર પર હતી વિશેષ નજર
BJP 2 LIST : ભાજપની જ્યારે બીજી યાદી જાહેર થઈ તો તેમાં મહારાષ્ટ્ર પર વિશેષ નજર હતી. હાલમાં જ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને શિવસેનામાં આવવાની ખુલી ઓફર આપી હતી. તેમની આ રજૂઆત પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે- જ્યારે મહારાષ્ટ્રની સીટની ચર્ચા થશે ત્યારે નીતિન ગડકરીનું નામ તેમાં સામેલ હશે. પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ ન હતું. હવે નીતિન ગડકરીને નાગપુર સીટથી ટિકિટ અપાઈ છે.
BJP 2 LIST : ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ
BJP 2 LIST : બીજી લિસ્ટની ખાસિયત એ છે કે તેમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં હરિયાણાના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટર સામેલ છે. બીજા છે બસવરાજ બોમ્મઇ અને ત્રીજા છે ત્રિવેન્દ્રસિંહ રાવત. ત્રિવેન્દ્રસિંહ રાવત ઉતરાખંડના પૂર્વ સીએમ છે, જેમણે હરિદ્વારથી ટિકિટ આપવામાં આવી છે. બસવરાજ બોમ્મઇને હાવેરીથી ટિકિટ અપાઈ છે, તેઓ કર્ણાટકના પૂર્વ સીએમ છે.
બીજી યાદીમાં બીજેપીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાંથી 1, દિલ્હીથી 2, ગુજરાતના 7, હરિયાણામાંથી 6, હિમાચલ પ્રદેશમાંથી 2, કર્ણાટકના 20, મધ્યપ્રદેશમાંથી 5, મહારાષ્ટ્રમાંથી 20, તેલંગાણામાંથી 6, ત્રિપુરામાંથી 1, ઉત્તરાખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી છે.
બીજેપીની પ્રથમ યાદી 2 માર્ચે આવી હતી. 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 195 ઉમેદવારોના નામ જાહેર થયા હતા. અત્યાર સુધીમાં 267 સીટો પર નામોની જાહેરાત કરવામાં આવી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો