BJP LIST : ભાજપે વધુ 7 ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોના નામ કર્યા જાહેર, 2 ઉમેદવારો રિપીટ:દર્શના જરદોશ-ભારતી શિયાળનું પત્તું કપાયું

0
131
BJP LIST
BJP LIST

BJP LIST : લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે આજે બીજી યાદીજાહેર કરી છે. જેમાં ગુજરાત લોકસભાની 7 બેઠક માટેના ઉમેદવારોનાનામ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર,  અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ, સુરતથી મુકેશ દલાલ, વડોદરાથી રંજનબેન ભટ્ટ, વલસાડથી ધવલ પટેલ,  અને છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવા અને ભાવનગરથી નીમુબેન બાભણીયાને ટીકીટ આપવામાં આવી છે.

BJP LIST

BJP LIST : ભાજપે ગુજરાતમાંથી 22 બેઠકોના નામ ફાઈનલ કરી દીધા છે, જયારે    બાકીના 4 બેઠકના નામ હજું બાકી છે પ્રથમયાદીમાં 15 બેઠક પર નામ જાહેર થયા હતા.  ઉલ્લેખનિય છે કે બીજી યાદીને લઇને કેટલાક નામો પર પેચ ફસાયો હતો. ખાસ કરીને મહેસાણા, સુરત, અમરેલી અને સુરેન્દ્રનગરથી ઉમેદવારોની પસંદગીને લઈ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.   

BJP LIST
BJP LIST

5 સિટીંગ સાંસદોના પત્તા કાપ્યા છે. જેમાં સુરતથી દર્શના જરદોષ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કે.સી.પટેલ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ અને છોટા ઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકીટ કપાઇ છે.

BJP LIST : કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું પત્તું કપાયું


BJP LIST : ભાજપે સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપી છે. મુકેશ દલાલ સુરત શહેર ભાજપના મહામંત્રી છે. તેઓ અલગ અલગ સંગઠનના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. ભૂતકાળમાં તેઓ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતા. તેઓ ધ સુરત પીપલ્સ બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સુરત ક્રિકેટ બોર્ડમાં પણ તેઓ મહત્વની ભૂમિકામાં છે.

BJP LIST : ભાજપની  બીજી યાદી જાહેર

 ગુજરાતની વધુ 7 બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર

 સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર લડશે ચૂંટણી

અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ લડશે ચૂંટણી

સુરતથી મુકેશ દલાલ લડશે ચૂંટણી

વડોદરાથી રંજનબેન ભટ્ટને ટીકીટ  

વલસાડથી ધવલ પટેલને ટીકીટ

છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવાને ટીકીટ

ભાવનગરથી નીમુબેન બાભણીયાને ટીકીટ  

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.