લઠ્ઠાકાંડ મામલે વળતરની બિહાર સરકારની વળતરની જાહેરાત

0
174

મૃતકોના પરિજનોને શરત સાથે રૂ. ૪-૪ લાખના વળતરની જાહેરાત

બિહારમાં ફરી એક વખત લઠ્ઠાકાંડ થયો છે, જેમાં 30 લોકોના મોત પણ થયા છે. આ મામલે હવે મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ચાર-ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે, જોકે તેમણે આ સાથે એક શરત પણ મૂકી છે. નીતિશ કુમારે કહ્યું છે કે, “જે લોકો નકલી દારૂના કારણે મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારો લેખિતમાં જણાવશે કે, તેઓ બિહારમાં દારૂબંધીના પક્ષમાં છે. 2016 પછી, જો નકલી દારૂ પીવાથી મૃત્યુ પામેલા લોકોના સંબંધીઓ અમને અરજી આપશે, તો અમે તેમને મદદ કરીશું” મહત્વનું છે કે, અગાઉ તેમણે કહ્યું હતું કે, આવા મામલામાં બિહાર સરકાર એક પણ રૂપિયાની મદદ નહીં કરે. હવે આ મામલે તેઓએ ફરી પોતાના નિવેદનની વિરુદ્ધ જાહેરાત કરી છે.