HomeAhmedabadસુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન!

સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન!

કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર

ગુજરાતમાં ગરમીનો પારો હવે ઊંચકાઈ રહ્યો છે, કેટલાક વિસ્તારમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. આગામી બે દિવસ બાદ તાપમાન 43 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તરી દિશાથી સૂકા પવનો ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો થઇ શકે છે. તે વચ્ચે સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેના કારણે અસહ્ય ઉકળાત સાથે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. બે દિવસ સુધી તાપમાનમાં કોઇપણ પ્રકારનો ફેરફાર જોવા નહીં મળે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments