ઉના સેશન્સ કોર્ટે કાજલ હિન્દુસ્તાનીને જામીન આપ્યા
ભડકાઉ ભાષણ આપવાના કેસમાં દક્ષિણપંથી કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાનીને મોટી રાહત મળી છે. જૂનાગઢ જેલમાં બંધ કાજલ હિન્દુસ્તાનીના જામીન અંગે ઉના સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો છે અને તેણીના જામીન મંજૂર કર્યા છે. કાજલ હિન્દુસ્તાની 5 દિવસ બાદ જેલની બહાર આવશે. કાજલ પર આરોપ છે કે, તેણીએ રામનવમીના દિવસે ભડકાઉ નિવેદન આપ્યું હતું, જેથી ઉના શહેરમાં રામનવમીના દિવસે થયેલી હિંસક ઝડપ પાછળ પણ આ નિવેદનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.