Big Relief for Rajput Community: સંજય લીલા ભણસાલીની વિવાદિત ફિલ્મ **‘પદ્માવત’**ના વિરોધ દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો પર દાખલ થયેલા કેસોમાં હવે મોટી રાહત મળી છે. ગુજરાત સરકાર દ્વારા રજૂઆત બાદ મહેસાણા જિલ્લાના મહુડી અને મહેસાણા પોલીસ સ્ટેશન હેઠળના કુલ 11 કેસો કોર્ટમાંથી પરત ખેંચવામાં આવ્યા છે. આ નિર્ણયને ક્ષત્રિય સમાજ માટે અસ્તિત્વ અને સ્વાભિમાનની લડાઈમાં મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે.
Big Relief for Rajput Community: કુલ 11 સેશન્સ કેસો પરત

સરકારી અરજી બાદ નામદાર કોર્ટે મહેસાણા સેશન્સ કોર્ટમાં દાખલ થયેલા કુલ 11 કેસો પરત ખેંચવાની મંજૂરી આપી છે.
આમાં સમાવેશ થાય છે:
- સેશન્સ કેસ નં. 54-2018, 36-2019, 02-2020, 06-2020, 204-2021 (5 કેસ)
- સેશન્સ કેસ નં. 156-2018, 157-2018, 96-2019, 48-2019, 49-2020, 136-2023 (6 કેસ)
આ તમામ કેસો પદ્માવત ફિલ્મના વિરોધ સમયે નોંધાયા હતા. જોકે અમદાવાદમાં થયેલા કેસો હજુ પેન્ડિંગ છે, જે અંગેની કાયદાકીય કાર્યવાહી ચાલુ રહેશે.
Big Relief for Rajput Community: સંસ્કૃતિના અપમાન સામે આંદોલન

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017-18 દરમિયાન સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત દ્વારા ક્ષત્રિય સંસ્કૃતિ, સંસ્કારો અને ભારતીય નારીના ચિત્રણને લઈને ભારે વિરોધ થયો હતો. સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ વિરોધ કોઈ સરકાર કે વ્યક્તિ સામે નહીં પરંતુ ફિલ્મના માધ્યમથી સમાજને બદનામ કરવાના પ્રયાસ સામે હતો.
આ ઉગ્ર આંદોલન દરમિયાન કેટલાક યુવાનો આવેશમાં આવી દેખાવો કરતા પોલીસ કેસોમાં ફસાયા હતા.
Big Relief for Rajput Community: આગેવાનોની રજૂઆત અને સરકારની ખાતરી
ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેના પ્રમુખ વિજયસિંહ ચાવડા, રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા, કિરપાલસિંહ ચાવડા સહિત હજારથી વધુ આગેવાનો દ્વારા સરકાર સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રતિનિધિમંડળે સ્વર્ણિમ સંકુલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તત્કાલીન કાયદામંત્રી તથા વર્તમાન ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ સાથે મુલાકાત કરી કેસો પરત ખેંચવાની માંગણી કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
નિઃશુલ્ક વકીલોની મહત્વની ભૂમિકા
આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયામાં ક્ષત્રિય સમાજના યુવાનો માટે નિઃશુલ્ક રીતે કેસ લડનારા
એડવોકેટ મહેન્દ્રસિંહ જાડેજા (અમદાવાદ) અને
એડવોકેટ જયદેવસિંહ ચાવડા (મહેસાણા)
એ મહત્વની ભૂમિકા ભજવી હતી.
સરકાર અને આગેવાનો પ્રત્યે આભાર
કેસો પરત ખેંચાતા ક્ષત્રિય સમાજ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ રાજપૂત કરણી સેના, મહાકાલ સેના અને સમગ્ર ગુજરાત પ્રદેશના આગેવાનો તથા કાર્યકરો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો :અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય આરંભ, પહેલા દિવસે 1 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા




