IND vs ENG Test Series : ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી હૈદરાબાદમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચમાં નહીં રમે. આ મેચ 25મી જાન્યુઆરીથી રમાવાની છે. બોર્ડે કહ્યું છે કે, વિરાટ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં નહીં રમે. બોર્ડે ક્રિકેટ ચાહકોને વિરાટના આ નિર્ણયનું સન્માન કરવાની પણ અપીલ કરી છે.
IND vs ENG Test Series : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 25મી જાન્યુઆરીથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમાનાર છે. આ ટેસ્ટ સીરિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે BCCIએ ટીમની જાહેરાત કરી હતી. આ ટીમમાં સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલી પણ સામેલ હતો. જો કે હવે ભારતીય ટીમના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ બે ટેસ્ટ મેચથી કોહલીએ અંગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ માહિતી BCCI દ્વારા આપવામાં આવી હતી.
IND vs ENG Test Series: વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામે રમાનારી પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિરાટ કોહલીનું નામ પાછું ખેંચવાની માહિતી આપી હતી. BCCIએ વિરાટ કોહલીને લઈને એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી, જેમાં ભારતીય બેટ્સમેનનું નામ પાછું ખેંચવાના કારણો સામે આવ્યા હતા.
BCCIના જણાવ્યા મુજબ, “અંગત કારણોને ટાંકીને વિરાટ કોહલીએ BCCIને ઇંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવા વિનંતી કરી છે. વિરાટે કેપ્ટન રોહિત શર્મા, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકારો સાથે વાત કરી અને ભારપૂર્વક જણાવ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવું તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, અમુક વ્યક્તિગત સંજોગો તેની હાજરી પર અવિભાજિત ધ્યાન આપવાની માંગ કરે છે.”
IND vs ENG Test Series : ખેલાડીઓ પાસેથી ટેસ્ટ સીરિઝમાં સરાહનીય પ્રદર્શનની આશા
BCCI વધુમાં કહ્યું, “બોર્ડ તેના નિર્ણયનું સન્માન કરે છે. બોર્ડ અને ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીને પોતાનું સમર્થન આપ્યું છે અને ટીમના બાકી ખેલાડીઓ પાસેથી ટેસ્ટ સીરિઝમાં સરાહનીય પ્રદર્શનની આશા વ્યક્ત કરે છે.
IND vs ENG Test Series : વિરાટ કોહલીની પ્રાઈવેસીનું સન્માન કરે : BCCI
BCCI તેના નિવેદનમાં કહ્યું, “BCCI, મીડિયા અને પ્રશંસકોને આગ્રહ કરે છે કે તે વિરાટ કોહલીની પ્રાઈવેસીનું સન્માન કરે અને તેના અંગત કારણોના પ્રકાર પર અનુમાન ન કરે. આગામી ટેસ્ટ સીરિઝમાં ખેલાડીઓના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવો જોઈએ. ટૂંક સમયમાં વિરાટ કોહલીના રિપ્લેસમેન્ટનું એલાન કરવામાં આવશે.
તમે આ પણ વાંચી શકો છો
RamMandirPranPrathistha : જાણો કેમ પથ્થરની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા પ્રાણ પુરવામાં આવે છે ?