જાણો ભગવાન શ્રી રામનો સોળે સણગાર કેટલો ભવ્ય છે ?

0
192
RAM LALLA PHOTO
RAM LALLA PHOTO

RAM LALLA PHOTO : ભગવાન શ્રી રામલલા વર્ષોની રાહ જોયા બાદ આજે આખરે પોતાના પાવન ધામ અયોધ્યા મંદિરમાં સ્થાપિત થયા છે, ભગવાન રામની પ્રતિમા જોઇને લોકો અભિભૂત થઇ ગયા હતા, ભગવાન શ્રી રામલલાની મૂર્તિ અલોકિક આભૂષણોથી શણગારવામાં આવી હતી જાણે ભગવાન ખુદ આપણી સામે ઉભા છે, ત્યારે આજે અમે તમને ભગવાન શ્રી રામલલાના શણગાર વિશે તમને માહિતી આપીશું. રામ લલ્લાનો મુગટ નવ રત્નોથી શોભિત છે અને તેમના ગળામાં સુંદર રત્નોની માળા છે. ભગવાન રામલલાની કમરબંધ પણ સોનાની બનેલી છે. રામલલાની જ્વેલરીમાં રત્નો, મોતી અને હીરાનો સમાવેશ થાય છે.

RAM LALLA PHOTO

RAM LALLA PHOTO : રામલલાના દર્શનની સદીઓથી ચાલી રહેલી રાહ આખરે આજે પૂરી થઈ. ભક્તોએ રામલલાની પહેલી તસવીર જોતાં જ એટલો આનંદ છવાઈ ગયો કે ઘણા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. વડાપ્રધાન મોદીએ હાથમાં કમળનું ફૂલ લઈને પૂજા કરી હતી. વડાપ્રધાને રામ લલ્લા પરથી આંખની પટ્ટી હટાવી. રામલલા પીતામ્બરથી શોભિત છે અને તેમના હાથમાં ધનુષ અને બાણ છે. રામલલાએ સોનાના બખ્તર, કાનની બુટ્ટી અને ગળાનો હાર પહેર્યો છે. રત્ન જડિત તાજનું વજન લગભગ 5 કિલો હોવાનું કહેવાય છે. રામલલાના મુગટને નવ રત્નોથી શણગારવામાં આવ્યો છે અને તેમના ગળામાં સુંદર રત્નોની માળા છે. ભગવાન રામલલાની કમરબંધ પણ સોનાની બનેલી છે. રામલલાની જ્વેલરીમાં રત્નો, મોતી અને હીરાનો સમાવેશ થાય છે.

RAM LALLA PHOTO

RAM LALLA PHOTO : રામલલાનું દિવ્ય સ્વરૂપ

RAM LALLA PHOTO : બાલકાંડ રામચરિતમાનસમાં રામલલાનું વર્ણન કરવામાં આવ્યું છે તેમ જ રામલલાને શણગારવામાં આવ્યા છે. રામલલાના ચરણોમાં વજ્ર, ધ્વજા અને અંકુશના ચિહ્નો શોભે છે. કમર પર કમરબંધ અને પેટ પર ત્રિવાલી છે. રામલલાના વિશાળ હાથ આભૂષણોથી શણગારેલા છે. રામલલાની છાતી પર વાઘના પંજાની ખૂબ જ અનોખી છાયા છે. છાતી રત્નોથી જડેલા મોતીના હારથી સુશોભિત છે. રામલલાની મૂર્તિ એટલી જીવંત લાગે છે કે જાણે રામલલા હસતા હોય અને તેમના હોઠ પર સ્મિત હોય, તેમના ચહેરા પર અદ્ભુત તેજ દેખાય છે.

RAM LALLA PHOTO

RAM LALLA PHOTO : રામલલાની મૂર્તિ મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવી છે. રામલલાની મૂર્તિની વિશેષતા એ છે કે તેના પર રોલી, ચંદન અને સિંદૂર લગાવ્યા પછી પણ તેની ચમક ઓછી થતી નથી. રામલલાની મૂર્તિ જમીનથી 7 ફૂટની ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવી છે. રામલલા કમળના આસન પર બિરાજમાન છે. મૂર્તિ પર ભગવાન વિષ્ણુના સ્વસ્તિક, ઓમ, શંખ, સૂર્ય, ચક્ર અને દશાવત કોતરેલા છે.

તમે આ પણ વાંચી શકો છો

RamMandirPranPrathistha : જાણો કેમ પથ્થરની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા પ્રાણ પુરવામાં આવે છે  ?


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.