CM Bhupendra Patel: ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર જિલ્લાનાં બગદાણા ખાતે આવેલા બજંગરદાસ બાપાના ગુરુઆશ્રમમાં દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા. જ્યાં ઉપસ્થિત ભાવિકોના માનવ મહેરામણે ‘બાપા સીતારામ’નાં નાદ સાથે મુખ્યમંત્રીનું ભાવપૂર્વક સ્વાગત અભિવાદન કર્યુ.

“આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે બગદાણા સ્થિત પૂજ્ય શ્રી બજરંગદાસબાપાની જગ્યાની મુલાકાત લઈ દર્શન તથા પૂજન-અર્ચનનો દિવ્ય અવસર પ્રાપ્ત થયો.
ભજન અને ભોજનની સરવાણી વહાવી પૂજ્ય બાપાએ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં માનવતાની જ્યોત પ્રગટાવી હતી.આજના અવસરે તેઓની દિવ્ય ચેતનાને વંદન કરું છું.” — CM Bhupendra Patel
CM Bhupendra Patel એ આશ્રમની વેબસાઇટ લોન્ચ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુઆશ્રમનાં ટ્રસ્ટીમંડળ સાથે બેઠક કરી હતી. આશ્રમની વેબસાઇટ bagdanatemple.org નું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વેબસાઇટ પર ઓનલાઇન દર્શન અને દાન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. CM Bhupendra Patel એ સંત બજરંગદાસ બાપાનાં ગાદીસ્થળ ખાતે નાની બાલિકાઓ સાથે પૂજા-અર્ચન કર્યા હતા અને બાદમાં બજરંગદાસબાપાનાં સમાધિસ્થળનાં દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્ય અને દેશને ગુરુપૂર્ણિમાનાં પાવન અવસરની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ગુરુપૂર્ણિમાનાં પવિત્ર અવસરે બજરંગદાસ બાપાનાં ચરણોમાં શીશ નમાવવાની તક ખરેખર સૌભાગ્યપૂર્ણ છે.
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે ગુરુઆશ્રમનાં દર્શન દરમિયાન તેમણે સૌનાં માંગલ્ય માટે પ્રાર્થના કરી છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો