Home State Gujarat Bhavnagar Ragging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં તાલિબાની રેગિંગ, 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ,...

Bhavnagar Ragging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં તાલિબાની રેગિંગ, 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ, હોસ્ટેલ ખાલી કરવા આદેશ અને પોલીસ ફરિયાદની તૈયારી

0
109
Bhavnagar Ragging Case
Bhavnagar Ragging Case

Bhavnagar Ragging Case: ગુજરાતની મેડિકલ આલમને હચમચાવી દેતો એક સનસનાટીભર્યો કિસ્સો ભાવનગરની સર ટી. હોસ્પિટલ (સરકારી મેડિકલ કોલેજ)માંથી સામે આવ્યો છે. ઓર્થોપેડિક વિભાગમાં જુનિયર વિદ્યાર્થીઓ સાથે અમાનવીય અને ક્રૂર રેગિંગ કરવા બદલ એન્ટી રેગિંગ કમિટીએ કડક પગલાં લીધા છે. ૧૩ જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે ૬ સિનિયર વિદ્યાર્થીઓને દોષિત જાહેર કરી ૬ મહિનાથી લઈને ૨ વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Bhavnagar Ragging Case

Bhavnagar Ragging Case: સાડા આઠ કલાકની મેરેથોન બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય

મેડિકલ કોલેજના ડીન ડો. ચિન્મય શાહે જણાવ્યું હતું કે, ૧૮ જૂનની સાંજે ૫ વાગ્યાથી શરૂ થયેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠક વહેલી સવારે ૨ વાગ્યા સુધી સતત ચાલી હતી. કમિટીએ પીડિતો, આરોપી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા. કોઈ નિર્દોષ ન દંડાય તે માટે બંને પક્ષોને રજૂઆતની ૩ વાર તક અપાઈ હતી.

Bhavnagar Ragging Case

Bhavnagar Ragging Case: કમિટી દ્વારા કરાયેલી કડક કાર્યવાહી:

  • સસ્પેન્શન: ૧ વિદ્યાર્થીને ૨ વર્ષ માટે, ૩ વિદ્યાર્થીને ૧ વર્ષ માટે અને ૨ વિદ્યાર્થીને ૬ મહિના માટે કોલેજ, હોસ્પિટલ અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરાયા છે.
  • હોસ્ટેલમાંથી હકાલપટ્ટી: તમામ દોષિતોને આજે સાંજ સુધીમાં જ હોસ્ટેલ ખાલી કરવાનો આદેશ અપાયો છે.
  • પોલીસ એક્શન: સત્તાવાર રીતે તમામ દોષિત સિનિયરો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી દેવાઈ છે.
Bhavnagar Ragging Case

Bhavnagar Ragging Case: રૂંવાડા ઊભા કરી દે તેવી ‘તાલિબાની સજા’ની આપવીતી

ઓર્થોપેડિક વિભાગના ફર્સ્ટ યરના ૧૩ જુનિયર વિદ્યાર્થીઓએ સેકન્ડ યરના ૬ સિનિયરો સામે લેખિતમાં હિંમતભેર ફરિયાદ કરી હતી. નામ ન આપવાની શરતે પીડિતોએ ભોગ બનેલા અમાનવીય ત્રાસની જે વિગતો આપી છે તે કંપારી છૂટી જાય તેવી છે:

  • નાણાકીય ઉઘરાણી: જુનિયરો પાસેથી દર મહિને અઢી લાખ રૂપિયા પડાવવામાં આવતા હતા.
  • વ્યસન અને ત્રાસ: સિનિયરો પોતાના માટે દારૂની બોટલો મંગાવતા, જુનિયરોને કૂકડા (મુર્ગા) બનાવતા અને આખી રાત એક પગે ઊભા રાખતા હતા.
  • મૂળભૂત જરૂરિયાતો પર રોક: ટ્રોમા સેન્ટરની બહાર જવા પર પ્રતિબંધ હતો, જમવા કે સૂવાનો કોઈ સમય અપાતો નહોતો. એટલું જ નહીં, છેલ્લા ૧૫ દિવસથી ન્હાવા પણ દેવાયા નહોતા!
  • આરોગ્ય સાથે ચેડાં: એક્સ-રે વિભાગમાં ફરજ દરમિયાન રેડિયેશનથી બચાવતું ‘લેડ એપ્રન’ પણ પહેરવા દેવામાં આવતું નહોતું.

Bhavnagar Ragging Case: અમદાવાદમાં પણ થોડા દિવસ પહેલાં જ નોંધાઈ હતી આવી ઘટના

નોંધનીય છે કે, હજુ ૮મી જૂને જ અમદાવાદની પ્રતિષ્ઠિત બી.જે. મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પણ રેગિંગનો આવો જ મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં તપાસ બાદ ૩ વિદ્યાર્થીઓને ૬ મહિનાથી ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા, જેની માહિતી ખુદ રાજ્યના આરોગ્ય મંત્રીએ આપી હતી.

Bhavnagar Ragging Case: ભાવનગર મેડિકલ કોલેજનો કલંકિત ભૂતકાળ

ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ કે વિકૃત માનસિકતાની આ કોઈ પ્રથમ ઘટના નથી. ભૂતકાળમાં પણ અહીં ગંભીર કિસ્સાઓ બની ચૂક્યા છે:

  1. માર્ચ ૨૦૨૫ (ગત વર્ષ): ૬ સિનિયર તબીબોએ નશાની હાલતમાં ૩ જુનિયર વિદ્યાર્થીઓનું કારમાં અપહરણ કરી, માર મારી, અભદ્ર વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી.
  2. મે ૨૦૨૩: રેસિડેન્ટ ડોક્ટર હરીશ વૈગીએ ફર્સ્ટ યરના વિદ્યાર્થીને રૂમમાં બોલાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી જાતીય શોષણ કર્યું હતું. જે-તે સમયે ભારે હોબાળા બાદ ડોક્ટરને ૨ વર્ષ માટે સસ્પેન્ડ કરાયો હતો.

ભવિષ્યના ભગવાન ગણાતા તબીબો તૈયાર કરતી સંસ્થામાં વારંવાર બનતી આવી નરાધમ ઘટનાઓએ મેડિકલ જગત અને તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પાવાગઢ ડુંગર પર મોટી દુર્ઘટના, ભારે પથ્થરો ગબડતાં 2 યાત્રિકોના કમકમાટીભર્યા મોત, 5 ગંભીર ઈજાગ્રસ્ત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે