Bhavnagar News : થોડા દિવસ પહેલા જ નર્મદામાં ડૂબી જોવાના કારણે એક જ પરિવારના સાત જેટલા લોકોના મોતની નીપજ્યા હતા. એ ઘટના હજી તો ભુલાય નથી ત્યાં ભાવનગરમાં આજે 6 જેટલા બાળકો ડૂબી ગયા હતા. જેમાંથી એકનો બચાવ થયો છે, ચારના મોત નીપજ્યાં છે, જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.

Bhavnagar News : ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડા ધોવા અને ન્હાવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી નજીકમાં રહેલા લોકોએ ઘટનાસ્થળ પર પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલ પર પહોંચતા ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે. જયારે અન્ય એક બાળકીની હજુ શોધખોળ ચાલી રહી છે.

Bhavnagar News : મૃતકોના નામ
અર્ચનાબેન હરેશભાઈ ડાભી ઉ.વ.આ. 17
રાશીબેન મનીષભાઈ ચારોલીયા ઉ.વ.આ.9
કાંજલબેન વિજયભાઈ જાંબુચા ઉ.વ.આ.12
કોમલબેન મનીષભાઈ ચારોલીયા ઉ.વ.આ.13
Bhavnagar News : સારવાર હેઠળ
કિંજલ મનીષભાઈ ચારોલીયા ઉ.વ.આ.12
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો