Prashant Kishor  : જાણીતા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કરી લોકસભા 2024ને લઈને ભવિષ્યવાણી, આ પાર્ટી આટલી સીટોથી આવશે સત્તામાં  

0
190
Prashant Kishor
Prashant Kishor

Prashant Kishor : લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સાત તબક્કામાંથી પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 4 જૂને પરિણામ જાહેર થવાનું છે ત્યારે પરિણામ પહેલા એક સવાલ પર ભારે ચર્ચા જોવા મળી રહી છે કે ભાજપને કેટલી સીટો મળશે, શું indi ગઠબંધન મોદીજીને હરાવી શકશે ? આ તમામ સવાલોને લઈને રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે મંગળવારે મોટો દાવો કર્યો હતો.

Prashant Kishor

એક ખાનગી મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રશાંત કિશોરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને ત્રીજીવાર જીત અપાવી શકે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપ પાર્ટીની બેઠકોની સંખ્યા તેની 2019ની 303 બેઠકોની સંખ્યાની નજીક અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે.

Prashant Kishor :  ભાજપ ફરી સત્તામાં આવી રહ્યું છે : પી.કે

Prashant Kishor

પ્રશાંત કિશોરે ભાજપની જીત પાછળના કારણોને ટાંકીને કહ્યું, ‘મને લાગે છે કે મોદીની આગેવાની હેઠળની ભાજપ સત્તામાં પરત ફરી રહી છે. તેઓ છેલ્લી ચૂંટણીની જેમ સમાન સંખ્યામાં બેઠકો મેળવી શકે છે અથવા થોડો સારો દેખાવ કરી શકે છે. આપણે મૂળભૂત બાબતો જોવી જોઈએ. જો વર્તમાન સરકાર અને તેના નેતા સામે ગુસ્સો છે, તો સંભાવના છે કે વિકલ્પ હોય કે ન હોય, લોકો તેમને સત્તામાંથી બહાર કરવાનો નિર્ણય કરી શકે છે.

જોકે અત્યાર સુધી અમે સાંભળ્યું નથી કે મોદીજી વિરુદ્ધ લોકોમાં વ્યાપક ગુસ્સો છે. નિરાશા હોઈ શકે, આકાંક્ષાઓ પૂરી ન થઈ શકે, પણ આપણે કોઈની અંદર ગુસ્સો ભડકતો જોયો નથી.

Prashant Kishor

Prashant Kishor :  કેજરીવાલના દાવા બાદ પ્રશાંત કિશોરે કરી ભવિષ્યવાણી

Prashant Kishor :  પ્રશાંત કિશોરની આ ભવિષ્યવાણી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના મંગળવારે આપેલા નિવેદનના થોડા સમય બાદ આવી છે જેમાં કેજરીવાલે દાવો કર્યો હતો કે લોકસભા ચૂંટણીના દરેક તબક્કાની પૂર્ણાહુતિની સાથે જ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર 4 જુનના રોજ ઘરે જઈ રહી છે અને  I.N.D.I ગઠબંધન સત્તામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો