Bharuch Unemployment : બેરોજગાર ગુજરાત , વિપક્ષનો વાર

0
196
Bharuch Unemployment
Bharuch Unemployment

Bharuch Unemployment :  લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. આ વખતે રાહુલ ગાંધીએ આ હુમલો ગુજરાતના ભરૂચ જિલ્લામાંથી વાયરલ થઈ રહેલા વીડિયોને લઈને કર્યો છે. જેમાં બેરોજગાર યુવાનો નોકરી માટે લાઈનમાં ઉભા છે.

આ જ વીડિયો શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું, ‘ભારતમાં બેરોજગારીનો રોગ મહામારીનું રૂપ ધારણ કરી ચૂક્યો છે અને ભાજપ શાસિત રાજ્યો આ રોગનું કેન્દ્ર બની ગયા છે.’ ભારતનું ભવિષ્ય’ જે ધક્કા ખાતું થઈ રહ્યું છે તે નરેન્દ્ર મોદીના ‘અમૃત કાલ’ની વાસ્તવિકતા છે.

Bharuch Unemployment :  રાહુલે ટ્વિટ કરેલા વિડીઓ માં શું છે ?

ભરૂચમાં નોકરીના ઈન્ટરવ્યુ દરમિયાન લોકોમાં નાસભાગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઈન્ટરવ્યુ સેન્ટર પર યુવાનોની ભીડ પહોંચી ગઈ છે. ભીડના દબાણને કારણે રેલિંગ તૂટી ગઈ હતી. રેલિંગ તૂટી જતાં કેટલાક લોકો નીચે પડી ગયા હતા. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી છે.

Bharuch Unemployment :  કોંગ્રેસ અધ્યક્ષે પણ કર્યા આકરા પ્રહારો

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કરતા કહ્યું કે આ વિડિયો ગુજરાતના લોકો પર ભાજપ દ્વારા કરવામાં આવેલા “કપટાત્મક મોડલ”નો પુરાવો છે. છેલ્લા 10 વર્ષથી મોદી સરકારે જે રીતે યુવાનો પાસેથી નોકરીઓ છીનવી લીધી છે અને તેમનું ભવિષ્ય બરબાદ કર્યું છે તેનો પણ આ વીડિયો નક્કર પુરાવો છે.

Bharuch Unemployment :  અખિલેશ યાદવે સાધ્યું નિશાન

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરાંત સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ એક્સ હેન્ડલ પર આ વીડિયો પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. અખિલેશ યાદવે લખ્યું હતું, કે આ છે ખોટા વિકાસના ગુજરાત મોડલનું સત્ય… દસ-વીસ હજાર રૂપિયામાં અમુક ખાલી જગ્યાઓ માટે હજારોનો જમાવડો. ભાજપે પોતાની નીતિઓને કારણે દેશભરના યુવાનોને બેરોજગારીના મહાસાગરમાં ધકેલી દીધા છે. આ એવા યુવાનો છે જેઓ ભાજપ સરકારને હટાવીને તેમના ભવિષ્યનો માર્ગ મોકળો કરશે કારણ કે જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કોઈ આશા નથી.

Bharuch Unemployment :  લોકોમાં નાસભાગ મચી

Bharuch Unemployment


એક અધિકારીએ માહિતી આપી હતી કે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 40 ખાલી જગ્યાઓ માટે એક ફર્મ દ્વારા આયોજિત વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે લગભગ 1000 લોકો હાજર થયા હતા. લોકોની ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી. જે હોટલમાં ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો તેના એન્ટ્રી ગેટ પર લોકોની ભારે ભીડ હતી. લોકો વચ્ચે ધક્કામુક્કી થતાં કેટલાક ઉમેદવારો ઘાયલ પણ થયા હતા. હવે આ વાયરલ વીડિયોને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. એક તરફ કોંગ્રેસે બીજેપી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તો બીજી તરફ બીજેપી કોંગ્રેસ પર ખોટી માહિતી ફેલાવી રહી હોવાનો આરોપ લગાવી રહી છે. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો