Bharat jodo nyay yatra : ભારત જોડો ન્યાય યાત્રા પહોંચી ગુજરાત, રાહુલે બેરોજગારી, રામ મંદિર,અદાણીને લઈને ભાજપ પર કર્યા પ્રહાર    

0
472
Bharat jodo nyay yatra
Bharat jodo nyay yatra

Bharat jodo nyay yatra :  રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવી પહોંચી છે. ઝાલોદની ધાવડિયા ચેકપોસ્ટ પર ગુજરાત કોંગ્રેસ દ્વારા યાત્રાને આવકારવામાં આવી. ચેકપોસ્ટથી યાત્રા બાઇક રેલી સ્વરૂપે ઝાલોદ પહોચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

Bharat jodo nyay yatra

Bharat jodo nyay yatra:  રાહુલ ગાંધીએ ઝાલોદમાં જનસભા સંબોધી હતી, જ્યાં તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી, આદિવાસીઓની વસ્તી અને તેમની ભાગીદારી તથા બેરોજગારી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, આદિવાસીઓની વસ્તી 8 ટકા છે, જ્યારે આદિવાસી અધિકારીઓની ભાગીદારી 6 ટકા છે. સાથે જ તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતના એરપોર્ટ, પોર્ટ, માઇનિંગ, પાવર જનરેશન, સોલર પાવર, વિન્ડર પાવર, જ્યાં જુઓ ત્યાં એક જ વ્યક્તિ દેખાશે. બધુ ગણાવીશ તો બે ત્રણ કલાક લાગી જશે. સાથે તેમણે કહ્યું કે, દેશનો સૌથી મોટો પ્રશ્ન બેરોજગારી છે.

Bharat jodo nyay yatra  : રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ રાહુલનો પ્રહાર


Bharat jodo nyay yatra ગુજરાતમાં પ્રવેશ્યા બાદ રાહુલ ગાંધીએ ઝાલોદમાં જાહેરસભાને સંબોધી હતી. જેમાં રાષ્ટ્રપતિને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ ઉપસ્થિત લોકોને પૂછ્યું હતું કે, તમે રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોયો હશે. રાષ્ટ્રપતિ આદિવાસી છે ને? તેનો ચહેરો ટીવી પર કોઈએ જોયો?, કેમ તેને શું ભૂલ કરી? આદિવાસી છે એટલે અંદર જવા ન દીધા. અંદર ફક્ત RSS વાળા હતા. ખેડૂત, મજૂર, દલિત, આદિવાસી નહીં જોયા હોય. અદાણી, અંબાણી, બોલિવૂડ, ક્રિકેટરો જોયા હશે.

Bharat jodo nyay yatra  : ગુજરાત AAPના નેતાઓ પણ યાત્રામાં જોડાયા

Bharat jodo nyay yatra


ગુજરાતમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે, જ્યારે બાકીની 24 બેઠક કોંગ્રેસને ફાળવવામાં આવી છે. આજે જ્યારે ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રાનું આગમન થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકર્તાઓ પણ યાત્રામાં જોડાયા હતા. 

Bharat jodo nyay yatra

નોંધનીય  છે કે, એક બાજુ ગુજરાતમાં એક બાદ એક કોંગ્રેસના નેતાઓ,ધારાસભ્યો પક્ષને અલવિદા કહી રહ્યા છે, બીજી તરફ ન્યાય યાત્રામાં વ્યસ્ત રાહુલ ગાંધી આખરે ગુજરાતમાં ન્યાય યાત્રા થકી ચાર દિવસ પસાર કરશે. જેમાં રાહુલ ગાંધી 7 જિલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. જેમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા થકી દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા અને તાપી જિલ્લાનો પ્રવાસ ખેડશે.

Bharat jodo nyay yatra

Bharat jodo nyay yatra  :  રાહુલ ગાંધી આજે દાહોદ જિલ્લામાં રહેશે. જ્યારે આવતીકાલ એટલે કે 8મી માર્ચે ન્યાય યાત્રા દાહોદથી પંચમહાલ જિલ્લામાં રાહુલ ગાંધી પાવાગઢવાળી મા કાલિકાના દર્શન કરી ન્યાય યાત્રા કરશે. જ્યારે 9મી માર્ચે કોંગ્રેસની ન્યાય યાત્રા છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લાનો પ્રવાસ કરશે અને 10મી માર્ચ એટલે કે ગુજરાતમાં ન્યાય યાત્રાનો છેલ્લો દિવસ સુરત અને તાપી જિલ્લામાં પસાર થશે. આ દરમિયાન કુલ 6 જંગી જાહેર સભાને રાહુલ ગાંધી સંબોધિત કરશે. રાહુલ ગાંધી ગુજરાતના જે સાત જિલ્લાઓમાં ન્યાય યાત્રા કરી રહ્યા છે, ત્યાં મોટા પ્રમાણમાં આદિવાસી મતદારો છે. એટલે કહી શકાય કે ન્યાય યાત્રાના માધ્યમથી ગુજરાતમાં આદિવાસી વોટ બેન્કને સાધવાનો પ્રયાસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે. ગુજરાત બાદ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો