Bharat jodo nyay yatra :  રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આ તારીખથી ગુજરાતમાં આવશે. કોંગ્રેસે શરુ કરી તડામાર તૈયારી   

0
202
Bharat jodo nyay yatra
Bharat jodo nyay yatra

Bharat jodo nyay yatra  : રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાયયાત્રા” હવે ગુજરાતમાં આવનાર છે,  રાહુલ ગાંધીની “ભારત જોડો ન્યાયયાત્રા” 7 માર્ચ અને ગુરુવારના રોજ બપોરે 3 કલાકે ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 8 માર્ચના રોજ સવારના દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી પદયાત્રા શરૂ થશે. ગુજરાતમાં 5 દિવસની ન્યાયયાત્રા રહેશે. આ યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે.

Bharat jodo nyay yatra

 
Bharat jodo nyay yatra  : ચાર દિવસ સુધી ગુજરાતમાં “ભારત જોડો ન્યાયયાત્રા” રહેવાની છે, તેની તૈયારીની સમીક્ષારૂપે દાહોદ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા નેતાઓની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી, જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર તથા પ્રદેશ અને જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદના નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોમાં “ભારત જોડો ન્યાયયાત્રા”ને આવકારવા માટે એક અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળે છે.

Bharat jodo nyay yatra  : લોકોની સમસ્યાઓને વાચા અપાશે

Bharat jodo nyay yatra


ગુજરાતના લોકોની અનેક સમસ્યાઓ છે. આદિવાસી વિસ્તારના લોકો, ખેડૂતો, નાના વેપારીઓ, રોજગારી ઈચ્છતા યુવાનો, પૂરતો પગાર ઈચ્છતા ફિક્સ પગારના કર્મચારીઓ, જૂની પેન્શન યોજનાની માંગણી કરતા સરકારી કર્મચારીઓ, આઉટસોર્સિંગ દ્વારા થતાં શોષણને દૂર કરીને નિયમિત નોકરી ઈચ્છતા કર્મચારીઓ, ખેતમજૂરો અને પશુપાલકોની મુશ્કેલીઓને “ભારત જોડો ન્યાયયાત્રા” દરમિયાન વાચા આપવામાં આવશે.

 Bharat jodo nyay yatra  : રાજ્યના 7 જિલ્લામાં રાહુલ ફરશે

Bharat jodo nyay yatra


રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિલોમીટરની યાત્રા કરશે. ગુજરાતમાં 5 દિવસની ન્યાયયાત્રા રહેશે. આ યાત્રા ગુજરાતના 7 જિલ્લામાંથી પસાર થશે.  . ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાયયાત્રા ફરશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તેનું મુખ્ય ટાર્ગેટ હશે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे