બાવળા –ખંભાત શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

0
176

બાવળામાં  66મી શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા બાવળાનાં રામજી મંદિરથી ભગવાનની મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના આરતી કરીને ભગવાન જગન્નાથ ને  રથમાં બિરાજમાન કરીને ભજન મંડળીઓ, બેન્ડવાજા, ઢોલ-નગારા સાથે રામજી મંદિરથી નીકળીને અંબાજી માતાનો ચોક, ધોળકા રોડ, ચાર રસ્તા થઈને સાંઇબાબા  ખાતે પહોંચી બપોરે ત્યાં આરામ કર્યા બાદ ત્યાર બાદ સાંજના 6:30 કલાકે નીજ મંદિરે પરત ફરી હતી.  આ રથ યાત્રા માં ભગવાન જગન્નાથ ભગવાનનું અનેક જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તો માટે લીંબુ સરબત થડું પાણી, આઈસ્ક્રીમ, છાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ખંભાત ખાતે આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી . રથયાત્રા બપોરે અઢી વાગે રણછોડજી મંદિરથી   નીકળી ગોપાલ ટોકીઝ થઈ ગવારા  ટાવર ઝંડા ચોક થઈ રાણા ચકલા, વાસડાવાડ, તેમજ રંગરેજ ની આમલી તેમજ સમગ્ર શહેરમાં ફેરવવામાં આવી હતી  ત્યારબાદ પાણીયારી ખાતે આવેલ અંબા માતાના મંદિરે રથયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રામનવમી ની શોભાયાત્રા વખતે થયેલ કોમી તોફાનો ને ધ્યાને લઇ ચાલુ વર્ષે રથયાત્રાના આગળના દિવસે રેન્જ આઇ.જી.ની એ શાંતિ સમિતિની મીટીંગ બોલાવી હતી જેમાં બંને કોમના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાના આંગળીઓ પણ હાજર રહ્યા હતા શાંતિ સમિતિની મિટિંગમાં મુસ્લિમ સમુદાય તરફથી   એ રથયાત્રાના રૂટમાં અને રથયાત્રાના કાર્યક્રમમાં કોઈ પણ જાતની મદદની જરૂર હોય ત્યારે મુસ્લિમ સમાજ હંમેશા તૈયાર રહેશે તેવી ખાતરી આપી હતી. જોકે આમ છતાં પણ રથયાત્રાના દિવસે સવારથી જ ખંભાતના ડીએસપી અને  એ .એસ. પી. તેમજ ભારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શાંતિપૂર્ણ નીકળેલી શોભાયાત્રામાં ભાવિક ભક્તોએ ભગવાન જગન્નાથના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી

બાવળા –ખંભાત શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં જ્યાં જ્યાં રથયાત્રાઓ યોજાય છે ત્યાં કોમી સંવાદિતા, સૌહાર્દ અને સલામતીના વાતાવરણમાં પાર પાડવા રાજ્ય પોલીસ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે

અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને  ભગવાનને લાડ લડાવવા માટે ભક્તો તૈયાર છે.ત્યારે હાલમાં જગન્નાથ મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો.  સંતો મહંતોના ભંડારામાં લોકોએ દૂધપાક માલપુવા નો પ્રસાદનો લાહવો લીધો.

બાવળા –ખંભાત શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

થોડા દિવસો પહેલા  રથયાત્રા સૌહાર્દભર્યા વાતાવરણમાં પરંપરાગત શ્રદ્ધા- આસ્થાથી ઉજવાય તે માટે સર્વધર્મ બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ ટૂર્નામેન્ટ, શાંતિ સમિતિની બેઠકો, મહોલ્લા સમિતિની બેઠકો પણ પોલીસતંત્ર દ્વારા યોજવામાં આવી હતી .