Home Breaking News Banaskantha news  : દાંતામાં હચમચાવી દે તેવી ઘટના, શાળામાં હીંચકા ખાતી 3...

Banaskantha news  : દાંતામાં હચમચાવી દે તેવી ઘટના, શાળામાં હીંચકા ખાતી 3 બાળકીઓને લાગ્યો કરંટ, 2 નાની બાળકીઓના મોત   

0
657
Banaskantha news
Banaskantha news

Banaskantha news  : બનાસકાંઠાના દાંતા તાલુકાની શાળામાં એક હ્યદયદ્વાવક ઘટના સામે આવી છે. શાળામાં હીંચકે ઝૂલતી 3 બાળકીને કરંટ લાગ્યો હતો. જે બાદ 2 બાળકીના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. મોર ડુંગરા પ્રાથમિક શાળામાં 3 બાળકીને  વીજકરંટ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. હીંચકો ખાતા સમયે વીજ કરંટ લાગ્યો અને બન્ને બાળકીઓ મોતને ભેટી.  

Banaskantha news

Banaskantha news  : દાંતા તાલુકામાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. દાંતા તાલુકાની એક પ્રાથમિક શાળામાં હીંચકે ઝૂલતી 3 સગી બહેનોને અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો, જે પૈકી 2 સગી બહેનોનાં કરુણ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક બહેનની હાલત ગંભીર છે. આ મામલે પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનારી બાળકીઓ શાળામાં અભ્યાસ કરતી નથી. બે બાળકીના મૃતદેહને પીએમ માટે માંકડી સીએચસી ખાતે ખસેડવામા આવ્યા હતા. બાળકીઓનાં મોતથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી પ્રસરી હતી.

Banaskantha news  : હીંચકા ખાતાં કરંટ લાગ્યો

Banaskantha news


બનાસકાંઠાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામે સાંધોશીથી એક પરિવાર સામાજિક પ્રસંગે આવ્યો હતો. એ દરમિયાન આ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓ 4 વર્ષીય કરણી ડાભી, 6 વર્ષીય દીવા ડાભી અને 8 વર્ષીય નમ્રતા ડાભી ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં હીંચકો ઝૂલવા માટે ગઈ હતી. જ્યાં લોખંડના હીંચકામાં અચાનક કરંટ આવતાં ત્રણેય બાળકીને જોરદાર કરંટ લાગ્યો હતો. નમ્રતા ડાભી, જે જીવન-મરણ વચ્ચે જ ઝોલાં ખાઈ રહી છે, જેની ઉંમર 8 વર્ષ છે. તો બીજા નંબરની દીવા ડાભી છે, જેની ઉંમર 6 વર્ષ છે અને ત્રીજા નંબરની કરણી ડાભી, જેની ઉંમર 4 વર્ષ છે, જે બંનેનું વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું.

Banaskantha news  : 3 પૈકી બે બાળકીનાં મોત, એકની હાલત ગંભીર

Banaskantha news


ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. મૃતક બે બાળકીના મૃતદેહને પીએમ માટે માંકડી સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતાં, જ્યારે અન્ય એકની હાલ સારવાર ચાલી રહી છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, લોખંડના હીંચકા નજીક પાણીના બૉર્ડનું સ્ટાર્ટર હોવાથી એમાં કરંટ આવતાં ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે. બાળકીઓનાં મોતથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી પ્રસરી છે અને મોટી સંખ્યામાં પરિવારજનો અને સગાંસબંધી આવી પહોંચ્યાં હતાં.

Banaskantha news  : ઘટનાને લઈને આગળ પોલીસ ફરિયાદ કરવાના છીએ

Banaskantha news


મેવાભાઈ પૂનાભાઈ ડાભીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. જે શાળાના અંદર હીંચકો હોય અને બાળકો રમતાં હોય ત્યાં કોઈપણ જાતની વીજકરંટ જેવી વસ્તુઓ ન લગાવવી જોઈએ, જેથી ત્યાં રમતાં બાળકોને કોઈપણ જાતની ક્ષતિ ના પહોંચે. શાળામાં કોઈપણ કર્મચારીઓએ આવી બેદરકારી ન રાખવી જોઈએ. હાલ સુધી કોઈપણ શાળાના કર્મચારીઓ હાલચાલ પૂછવા પણ આવ્યા નથી અને અમે આ ઘટનાને લઈને આગળ પોલીસ ફરિયાદ પણ કરવાના છીએ. શાળાની બેદરકારીને લઈને બે બાળકી મોતને ભેટી છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે