Banaskantha news : બનાસકાંઠાના દાંતા તાલુકાની શાળામાં એક હ્યદયદ્વાવક ઘટના સામે આવી છે. શાળામાં હીંચકે ઝૂલતી 3 બાળકીને કરંટ લાગ્યો હતો. જે બાદ 2 બાળકીના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે. મોર ડુંગરા પ્રાથમિક શાળામાં 3 બાળકીને વીજકરંટ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. હીંચકો ખાતા સમયે વીજ કરંટ લાગ્યો અને બન્ને બાળકીઓ મોતને ભેટી.
Banaskantha news : દાંતા તાલુકામાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. દાંતા તાલુકાની એક પ્રાથમિક શાળામાં હીંચકે ઝૂલતી 3 સગી બહેનોને અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો, જે પૈકી 2 સગી બહેનોનાં કરુણ મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક બહેનની હાલત ગંભીર છે. આ મામલે પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનારી બાળકીઓ શાળામાં અભ્યાસ કરતી નથી. બે બાળકીના મૃતદેહને પીએમ માટે માંકડી સીએચસી ખાતે ખસેડવામા આવ્યા હતા. બાળકીઓનાં મોતથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી પ્રસરી હતી.
Banaskantha news : હીંચકા ખાતાં કરંટ લાગ્યો
બનાસકાંઠાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામે સાંધોશીથી એક પરિવાર સામાજિક પ્રસંગે આવ્યો હતો. એ દરમિયાન આ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓ 4 વર્ષીય કરણી ડાભી, 6 વર્ષીય દીવા ડાભી અને 8 વર્ષીય નમ્રતા ડાભી ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં હીંચકો ઝૂલવા માટે ગઈ હતી. જ્યાં લોખંડના હીંચકામાં અચાનક કરંટ આવતાં ત્રણેય બાળકીને જોરદાર કરંટ લાગ્યો હતો. નમ્રતા ડાભી, જે જીવન-મરણ વચ્ચે જ ઝોલાં ખાઈ રહી છે, જેની ઉંમર 8 વર્ષ છે. તો બીજા નંબરની દીવા ડાભી છે, જેની ઉંમર 6 વર્ષ છે અને ત્રીજા નંબરની કરણી ડાભી, જેની ઉંમર 4 વર્ષ છે, જે બંનેનું વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું.
Banaskantha news : 3 પૈકી બે બાળકીનાં મોત, એકની હાલત ગંભીર
ઘટનાની જાણ પરિવારને થતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. મૃતક બે બાળકીના મૃતદેહને પીએમ માટે માંકડી સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતાં, જ્યારે અન્ય એકની હાલ સારવાર ચાલી રહી છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ મુજબ, લોખંડના હીંચકા નજીક પાણીના બૉર્ડનું સ્ટાર્ટર હોવાથી એમાં કરંટ આવતાં ઘટના બની હોવાનું મનાઈ રહ્યું છે. બાળકીઓનાં મોતથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી પ્રસરી છે અને મોટી સંખ્યામાં પરિવારજનો અને સગાંસબંધી આવી પહોંચ્યાં હતાં.
Banaskantha news : ઘટનાને લઈને આગળ પોલીસ ફરિયાદ કરવાના છીએ
મેવાભાઈ પૂનાભાઈ ડાભીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. જે શાળાના અંદર હીંચકો હોય અને બાળકો રમતાં હોય ત્યાં કોઈપણ જાતની વીજકરંટ જેવી વસ્તુઓ ન લગાવવી જોઈએ, જેથી ત્યાં રમતાં બાળકોને કોઈપણ જાતની ક્ષતિ ના પહોંચે. શાળામાં કોઈપણ કર્મચારીઓએ આવી બેદરકારી ન રાખવી જોઈએ. હાલ સુધી કોઈપણ શાળાના કર્મચારીઓ હાલચાલ પૂછવા પણ આવ્યા નથી અને અમે આ ઘટનાને લઈને આગળ પોલીસ ફરિયાદ પણ કરવાના છીએ. શાળાની બેદરકારીને લઈને બે બાળકી મોતને ભેટી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો