ઈટાલીમાં સત્તાવાર કમ્યુનિકેશન માટે અંગ્રેજી કે વિદેશી ભાષાના ઉપયોગ પર મૂકાશે બૅન

0
235

વડાપ્રધાન  જ્યોર્જિયા મેલોનીએ તેમની પાર્ટીએ રજૂ કરેલા કાયદાને આપ્યું સમર્થન

ઈટાલીની સરકાર પોતાના દેશમાં અંગ્રેજી ભાષાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. અહેવાલ અનુસાર, ઇટાલીમાં નાગરિકોને ટૂંક સમયમાં સત્તાવાર કમ્યુનિકેશન માટે અંગ્રેજી અથવા અન્ય કોઈપણ વિદેશી ભાષાનો ઉપયોગ કરવા બદલ ભારે દંડ ફટકારવામાં આવશે. ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીના બ્રધર્સ ઑફ ઇટાલી પક્ષે એક નવો કાયદો રજૂ કર્યો છે જેમાં  ઓફિશિયલ કમ્યુનિકેશનમાં કોઈપણ વિદેશી ભાષા ખાસ કરીને અંગ્રેજીનો ઉપયોગ કરવા માટે 1 લાખ યુરો સુધીના દંડની જોગવાઈ કરાઈ છે.  ઇટાલીના ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ (નીચલા ગૃહ) ના નેતા ફેબિયો રેમ્પેલીએ આ કાયદો રજૂ કર્યો હતો જેને વડાંપ્રધાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.