Ban on Glue Boards: ગ્લુ બોર્ડ પર પ્રતિબંધ મામલે હાઈકોર્ટે એનિમલ વેલફેર બોર્ડ પાસેથી માંગ્યો જવાબ

0
321
Ban on Glue Boards: ગ્લુ બોર્ડ પર પ્રતિબંધ મામલે હાઈકોર્ટે એનિમલ વેલફેર બોર્ડ પાસેથી માંગ્યો જવાબ
Ban on Glue Boards: ગ્લુ બોર્ડ પર પ્રતિબંધ મામલે હાઈકોર્ટે એનિમલ વેલફેર બોર્ડ પાસેથી માંગ્યો જવાબ

Ban on glue boards: હાઇકોર્ટની ખંડપીઠે ગુજરાત રાજ્ય પશુ કલ્યાણ બોર્ડના સભ્ય સચિવ પાસે પક્ષીઓ, પ્રાણીઓ અને ઉંદરોને પકડવા માટે ગુંદર ટેપ અને ગુંદરવાળા બોર્ડના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા પરિપત્રના અમલીકરણ માટે લેવાયેલા પગલાં અંગે જવાબ માંગ્યો છે.

હાઈકોર્ટ શહેરના કાર્યકર નરેન્દ્ર સિંહ રાણા દ્વારા એડવોકેટ ધર્મેશ ગુર્જર દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન ગ્લુ-ટ્રેપના પ્રતિબંધના અમલ અંગે કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, ‘તમારું કામ કેન્દ્ર-પર ના ઢોળો’

Ban on Glue Boards: ગ્લુ બોર્ડ પર પ્રતિબંધ મામલે હાઈકોર્ટે એનિમલ વેલફેર બોર્ડ પાસેથી માંગ્યો જવાબ
Ban on Glue Boards: ગ્લુ બોર્ડ પર પ્રતિબંધ મામલે હાઈકોર્ટે એનિમલ વેલફેર બોર્ડ પાસેથી માંગ્યો જવાબ

Glue Boards પર પ્રતિબંધ હોવા છતાં, ખુલ્લેઆમ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ

ઉંદર અને તેના જેવી પ્રજાતિને ફ્સાવવા માટે ઉપયોગમાં લેવાતા ગ્લુ ટ્રેપ (ગુંદરયુક્ત ફંસો) પર પ્રતિબંધ હોવા છતાં તેનું ખુલ્લેઆમ ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ થઇ રહ્યો હોવાનો મુદ્દો ઉપસ્થિત કરતી જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.

સરકારની ફરજ છે કે દરેક જિલ્લામાં પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા રોકવા માટે અલગ સોસાયટીની રચના કરવી : હાઇકોર્ટ

જો કે, સરકારના જવાબમાં અધૂરી, અપૂરતી વિગતો હોવાથી અને કોઇ સ્પષ્ટ વાત જણાવાઇ નહી હોવાના મુદ્દે ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજય સરકારનો ઉધડો લઈને સરકારના વલણ પરત્વે નારાજગી અને આવા જીવો પરત્વે સંવેદના પ્રગટ કરતા જણાવ્યું હતું કે, રાજયના દરેક જિલ્લામાં પ્રાણી-જીવ ક્રૂરતા રોકવા અલગ સોસાયટી કે સંસ્થા બનાવવાની સરકારની ફરજ છે.

હાઇકોર્ટે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય સચિવને નવસારથી સોગંદનામું રજૂ કરવા આદેશ

ખંડપીઠે નવેસરથી વિગતવાર માહિતી સાથેનું સોગંદનામું રજૂ કરવા એનીમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર સેક્રેટરીને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે ઉંદર જેવા આવા પ્રાણીઓ અને જીવોને પકડવા અને ફ્સાવવા આ પ્રકારના ગ્લુ ટ્રેપ (Glue Boards) પર પ્રતિબંધ મૂકાયેલો હોવા છતાં રાજય સરકાર દ્વારા તેની અમલવારી કરાવવાના બદલે કેન્દ્ર સરકાર પર જવાબદારી ઢોળે તે અયોગ્ય છે. સરકાર દ્વારા આ મામલે યોગ્ય અને જરૂરી પગલાં લેવાયા જ નહી હોવાની પણ હાઇકોર્ટે માર્મિક ટકોર કરી હતી.

પીઆઈએલમાં જણાવવામાં આવ્યું હતું કે ગયા સપ્ટેમ્બરમાં જારી કરાયેલા ગ્લુ ટેપ અને ગ્લુ બોર્ડ (Glue Boards) ના ઉત્પાદન અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવા અંગેનો પરિપત્ર હજુ અમલમાં આવ્યો નથી. પીઆઈએલ મુજબ, ઉંદરો ગુંદર ટેપ અને બોર્ડને વળગી રહેવાથી પીડાદાયક મૃત્યુ પામે છે અને આવી પદ્ધતિઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે પરિપત્રના અમલીકરણ અંગે રિપોર્ટ માંગ્યો છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો