રોટલી સીધી ગેસ પર જ શેકવાથી થઇ શકે છે નુકશાન,રીપોર્ટ અનુસાર થઇ શકે છે હેલ્થ ને નુકશાન

0
212

નેચરલ ચુલા અને ગેસ સ્ટવ પર થયું રીસર્ચ

શ્વાસ ,હાર્ટ ની સાથે સાથે થઇ શકે છે કેન્સર જેવી બીમારી

રોટલી એ ડાયેટ નો એક મહત્વનો ભાગ છે એમ પણ ગણાવી શકાય પરંતુ હમણાં જ થયેલા એક રીસર્ચ અનુસાર સામે આવ્યું છે કે રોટલી ને જો ગેસ પર સીધી જ શેકી દેવામાં આવે તો તેની માઠી અસરો પણ જોવા મળે છે.ઉત્તર ભારત ના લોકો નું ભોજન રોટલી વગર અધૂરું ગણાય છે,કેટલાક વિસ્તારો માં તો રોટલી ને બ્રેડ પણ કેહવામાં આવે છે.રોટલી ખાસ કરી ને બનાવ્યા બાદ સીધી જ ગેસ પર જ શેકવા માં આવે છે.અને તે નુકશાન દાયક પણ સાબિત થઇ શકે છે. રીપોર્ટસ અનુસાર ,ગેસ માંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડ,નાયટ્રોજન ડાયોક્સાઈડ,અને સુક્ષ્મ કણો પણ નીકળે છે જે શરીર માટે ખુબજ હાનીકારક ગણાય છે.માટે બને ત્યાં સુધી રોટલી ને સીધી જ ગેસ પર શેકવા કરતા તવા પર જ શેકી ને ખાવી જોઈએ.તવા પર શેકી ને બનાવા માં આવેલી રોટલી માં તેના પોષક તત્વો એવાજ જળવાઈ રહે છે.અને શરીર ને પણ ફાયદો થાય છે.