કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાન

0
46

હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે દ્વારા આગાહી પ્રમાણે લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી અને મહત્તમ તાપમાન 6 ડિગ્રી રહશે. જેના કારણે ચારધામ યાત્રાપર અસર થતી જોઈ શકાય છે. કેદારનાથ ધામ દર્શન કરવા જતા ભક્તોને હાલ રોકવામાં આવી રહ્યા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર બાજપુરમાં પહાડી પરથી જમીન ધસી પડવાને કારણે બદ્રીનાથ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રસ્તા વચ્ચે વાહનોને રોકાયેલ જોવા મળી રહ્યા છે.કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાનને કારણે સ્થાનિક પોલીસને સાવચેતીના પગલા તરીકે ચારધામ યાત્રાને રોકી દેવા સુચના આપવામાં આવી છે. તદુપરાંત ચારધામ યાત્રા પર આવેલ શ્રદ્ધાળુઓને શ્રીનગરમાં રોકાણ કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટીતંત્ર પ્રયાસ કરી રહ્યું છે હવામાન વિભાગે દ્વારા 29 એપ્રિલે જ એલર્ટ જાહેર કર્યું હતું તો સાથેજ જણાવવામાં આવી રહ્યું છે કે, હિમવર્ષા અને વરસાદના કારણે શ્રદ્ધાળુઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આઈએમડી જણાવ્યા અનુસાર ઉત્તરાખંડના તમામ પહાડી વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથેજ પ્રશાસન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ઠંડી પડી રહી હોવાથી વૃદ્ધો અને બાળકો યાત્રાથી દૂર રહે તેવી અપીલ કરવામાં આવી છે 30 એપ્રિલ અને 1 મેના રોજ પણ વરસાદ અને કરા પડવાની શક્યતા છે.દર વર્ષે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથના,બદ્રીનાથ અને ચારધામ યાત્રા તેમજ દર્શન કરવા આવે છે.પરંતુ બદલાતું હવામાન ચારધામ યાત્રામાં અડચણરૂપ બની રહ્યું છે.તો હવામાન ખરાબ હોવાને કારણે કેદારનાથ મંદિરમાં ભક્તો માટે પેટીએમ એ ભક્તો માટે પેટીએમ QR કોડ સ્કેન કરવાની સુવિધા બહાર પાડી છે. હવે ભક્તો ઘરે બેસીને તેમના પેટીએમથી કેદારનાથ મંદિરમાં દાન કરી શકશે.ભક્તોને પેટીએમ QR કોડ સ્કેન કરવા અને પેટીએમ UPI અથવા વૉલેટનો ઉપયોગ કરીને દાન આપવા સક્ષમ બનાવ્યા છે. પેટીએમ સુપર એપ દ્વારા ભારતભરના ભક્તો ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત પવિત્ર મંદિરમાં તેમના ઘરેથી દાન કરી શકે છે.વધુ માહિતી માટે જોતા રહો વીઆર લાઈવ સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો,સાથે વીઆર લાઈવ ફેસબુક પર

3

કેદારનાથ અને બદ્રીનાથમાં ખરાબ હવામાન

ખરાબ હવામાનના કારણે યાત્રિકોને મુશ્કેલી

પેટીએમથી કેદારનાથ મંદિરમાં દાન કરી શકશે

1 મેના રોજ પણ વરસાદ અને કરા પડવાની શક્યતા


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.