HomeAhmedabadદિલ્હી સાક્ષી હત્યાકાંડ મામલે બાબા બાગેશ્વરની પ્રતિક્રિયા

દિલ્હી સાક્ષી હત્યાકાંડ મામલે બાબા બાગેશ્વરની પ્રતિક્રિયા

બહેનોની હાલત જોઈને કોઈનું પણ લોહી ઉકળી જશે : ધિરેન્દ્ર

જેનું લોહી ઉકળતું નથી તે જીવતે જીવ મરી ગયા છે : ધિરેન્દ્ર

દિલ્હીમાં ખૂબ જ ચકચારી ઘટના બની છે. અહીં સાહિલ નામના યુવકે સાક્ષી નામની યુવતીની સરાજાહેરમાં હત્યા કરી દીધી છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ અંગે બાગેશ્વર બાબા ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી લાલઘૂમ થયા છે અને કહ્યું છે કે, “બહેનોની હાલત જોઈને કોઈનું પણ લોહી ઉકળી જશે અને જેનું લોહી ઉકળે નહીં તે મરી ગયા છે. અમે સમાચાર વાંચીએ છીએ, સમાચાર વાંચીને અમારું દિલ દુખી છે. લોકો અમને કટ્ટરપંથી કહે છે, પરંતુ જ્યારે આપણે આપણી બહેનોની આ હાલત જોઈશું તો કદાચ આ દુનિયામાં કોઈ એવો ભાઈ હશે જેનું લોહી ઉકળે નહીં. જેનું લોહી ઉકળતું નથી તે જીવતે જીવ મરી ગયા છે. તેથી જ અમે સનાતન પર વિશ્વાસ કરીએ છીએ. આપણું સનાતન આપણને મારવાનું નહીં પણ બચાવવાનું શીખવે છે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments