Ayodhya Ram Mandir: સફેદ આરસપહાણથી બનેલી રામલલાની પ્રતિમા, ટ્રસ્ટે બનાવી હતી ત્રણ મૂર્તિઓ

0
460
રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડેએ બનાવેલી પ્રતિમા
રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડેએ બનાવેલી પ્રતિમા

Ayodhya Ram Mandir: રામજન્મભૂમિ સંકુલમાં રામલલાની સ્થાવર મૂર્તિને પવિત્ર કરવામાં આવી છે. રામલલાની સ્થાવર મૂર્તિ માટે ત્રણ શિલ્પકારોએ ત્રણ મૂર્તિઓ બનાવી હતી, જેમાંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. બાકીની બે પ્રતિમાઓનું શું થશે અને આ અંગે ટ્રસ્ટે શું નિર્ણય છે તે લીધો તે આપને જણાવીશું.

Ayodhya Ram Mandir: બે પ્રતિમાઓ પણ ભવ્ય અને દિવ્ય

રામ મંદિર માટે તૈયાર કરવામાં આવેલી બાકીની બે પ્રતિમાઓ પણ ભવ્ય અને દિવ્ય છે. રાજસ્થાનના શિલ્પકાર સત્યનારાયણ પાંડે દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મંદિરમાં (Ayodhya Ram Mandir) સ્થાપિત મુર્તિ કર્ણાટકના અરુણ યોગીરાજ બનાવી છે, રામ મંદિરમાં અરુણ યોગીરાજની શ્યામ શિલાનો અભિષેક કરવામાં આવ્યો છે. બાકીની બે મુર્તિમાં એક ગણેશ ભટ્ટ કૃષ્ણએ ખડક પર શિલ્પ બનાવ્યું છે, જ્યારે સત્યનારાયણ પાંડેએ આરસની શિલા પર શિલ્પ બનાવ્યું છે.

Ayodhya Ram Mandir: શ્રી રામની અન્ય મુર્તિનો ફોટો વાયરલ
Ayodhya Ram Mandir: શ્રી રામની અન્ય મુર્તિનો ફોટો વાયરલ

આરસમાંથી તૈયાર પ્રતિમાની તસવીર વાયરલ

સત્યનારાયણ પાંડે દ્વારા બનાવવામાં આવેલી રામ પ્રતિમાની તસવીર પણ વાયરલ થઈ રહી છે. આરસના પથ્થર પર બનેલી રામલલાની મૂર્તિમાં શ્રી હરિના દસ અવતાર મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને ભગવાન વિષ્ણુના કલ્કી અવતારોને પણ જોઈ શકાય છે. આ ઉપરાંત લક્ષ્મણ, ભરત, શત્રુહન અને હનુમાનજીની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે.

મૂર્તિના ઉપરના ભાગમાં ભગવાન બ્રહ્મા, શંકર, ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્રની મૂર્તિઓ પણ રામલલાને આશીર્વાદ આપતી જોવા મળે છે. મૂર્તિને પણ સુંદર રીતે શણગારવામાં આવી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જણાવ્યાનુસાર બે અન્ય પ્રતિમાઓ બનાવવામાં આવી છે તેમને સંપૂર્ણ સન્માન આપવામાં આવશે, અન્ય બે મૂર્તિઓને પણ રામ મંદિર (Ayodhya Ram Mandir) માં સ્થાન આપવામાં આવશે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

  • તમે આ પણ વાંચી શકો છો

ભારત બન્યું વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું સ્ટોક માર્કેટ, હોંગકોંગને પછાળી ભારત નીકળ્યું આગળ, હવે માત્ર US, ચીન અને જાપાન જ આગળ

સાદગીના પર્યાય અને પછાત વર્ગના ઉદ્ધારક કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત