Ayodhya live telecast : દેશભરમાં જેની રાહ જોવાઈ રહી હતી તે સપ્તાહ આખરે આવી ચુક્યો છે, અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આજથી સતત 7 દિવસ ભવ્ય કાર્યક્રમ યોજાશે. રામલલાને 22 જાન્યુઆરીએ સ્થાપિત કરવામાં આવશે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે આપ 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું ઘરે બેઠા બેઠા લાઇવ દર્શન કેવી રીતે કરી શકશો ?.

Ayodhya live telecast : ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે સમગ્ર અયોધ્યાને ભવ્ય રીતે શણગારવામાં આવી છે. આ ભવ્ય કાર્યક્રમના સાક્ષી બનવા માટે લગભગ 8000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં અયોધ્યા મંદિરમાં શું શું થશે ? કોણ કોણ આવી રહ્યું છે ? અને કેવી રીતે પૂજા થશે તે દરેક લોકો જોવા માંગે છે. અયોધ્યા પહોંચ્યા વિના પણ તમે ઘરે બેઠા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની દરેક ક્ષણ જોઈ શકશો, આ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
Ayodhya live telecast : દૂરદર્શન દ્વારા LIVE પ્રસારણની વ્યવસ્થા

કેન્દ્ર સરકારની માહિતી શાખા દૂરદર્શન (DD) એ 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ નિહાળવા માટે દેશના લોકો માટે વિશેષ વ્યવસ્થા કરી છે. સમગ્ર પ્રસારણ ડીડી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના માટે અયોધ્યામાં રામ મંદિર અને તેની આસપાસ 40 કેમેરા લગાવવામાં આવશે. સમગ્ર ઇવેન્ટનું 4K માં લાઇવ પ્રસારણ કરવામાં આવશે.
Ayodhya live telecast : 23 જાન્યુઆરીએ પણ લાઇવ પ્રસારણ

ડીડી નેશનલ અને ડીડી ન્યૂઝ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. રામ મંદિરની સાથે, રામ કી પૌરી, જટાયુ પ્રતિમા અને સરયુ ઘાટની આસપાસના અન્ય સ્થળોએ પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું છે કે 23 જાન્યુઆરીએ સામાન્ય લોકો માટે ખાસ આરતી અને મંદિરના ઉદ્ઘાટનનું પણ દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
Ayodhya live telecast : અન્ય ચેનલોને પણ ફીડ મળશે
દૂરદર્શન સિવાય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું પ્રાઈવેટ ચેનલો પર પણ પ્રસારણ કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમની ફીડ ન્યૂઝ એજન્સી ANI સાથે શેર કરવામાં આવશે. તમામ ટીવી ચેનલો જે ANIના સબ્સ્ક્રાઇબર્સ છે તે ત્યાંથી ફીડ લઈ શકે છે.
ભારત ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમનું ટેલિકાસ્ટ જોવા માટે યુટ્યુબ લિંક તૈયાર કરવામાં આવી રહી છે. તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રસારિત કરવામાં આવશે. સમગ્ર કવરેજનું જીવંત અને બહુવિધ ભાષાઓમાં પ્રસારણ કરવામાં આવશે. સમગ્ર ઇવેન્ટનું 4K ટેકનોલોજી દ્વારા અત્યંત સ્પષ્ટતા અને સુંદરતા સાથે જીવંત પ્રસારણ કરવામાં આવશે.
તમે આ પણ વાંચી શકો છો
ભારતની પ્રથમ 7 સ્ટાર હોટેલ અયોધ્યામાં બનશે… જ્યાં મળશે માત્ર શાકાહારી ભોજન

પ્રભુ શ્રી રામ સાથે સેલ્ફી
- શ્રીરામ સાથે આપની સેલ્ફી મોકલો અને આવો ટીવી પર
- મોકલો આ નંબર પર-7622014892
- VR Live પર જોવો આપની સેલ્ફી (GTPL-274)
- વેબસાઇટ પર જોવા અહી- www.vrlivegujarat.com