મેરે ચોખટ પે ચલકે ચારો ધામ આયે હે,
બજાઓ ઢોલ સ્વાગત મેં મેરે ઘર પ્રભુ શ્રી રામ આયે હે.
AYODHYA : આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા (AYODHYA) માં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. આ દિવસે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે યોજાનાર છે. આ ભવ્ય આયોજનને અતિભવ્ય બનાવવા માટે દેશ અને દુનિયાની ખ્યાતનામ હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ફિલ્મ જગતમાંથી પણ ઘણા મોટા સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં (AYODHYA) રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે.જેમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અક્ષય કુમાર, અનુપમ ખેર, અરુણ ગોવિલ, દિગ્દર્શક રાજકુમાર હીરાની, સંજય લીલા ભણસાલી અને રોહિત શેટ્ટીને સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સુપરસ્ટાર રજનીકાંત, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ અને કાંતરા ફેમ રિષભ શેટ્ટીને સાઉથ ઈન્ડસ્ટ્રી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.
AYODHYA પધારવા હજુ ઘણી સેલિબ્રિટીઝને આમંત્રણ આપવાનું બાકી
તમને જણાવી દઈએ કે હિન્દી, દક્ષિણ, પંજાબ અને બંગાળના ફિલ્મ ઉદ્યોગમાંથી કુલ 18 વિશેષ પ્રતિભાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાના નામ હમણાં જ જાહેર કરવામાં આવ્યા છે. આગળ હજુ પંજાબ અને બંગાળથી આવતા લોકોના નામ પણ જાહેર કરવામાં આવશે. આ ઐતિહાસિક દિવસને યાદગાર બનાવવા માટે અન્ય ક્ષેત્રના લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે રામ મંદિર માટે જે કાર્ડ મોકલવામાં આવી રહ્યા છે તેના પર લખેલું છે કે તમે જાણતા હશો કે લાંબા સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. પોષ, શુક્લ દ્વાદશી, વિક્રમ સંવત 2080, સોમવાર, 22 જાન્યુઆરી 2024ના રોજ, રામલલ્લાની નવી મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. અમારી પ્રબળ ઈચ્છા છે કે તમે આ શુભ અવસર પર અયોધ્યામાં જીવનના પવિત્રતાના સાક્ષી બનવા અને આ મહાન ઐતિહાસિક દિવસની ગરિમાને વધારવા માટે હાજર રહો. (AYODHYA)
આ કાર્યક્રમ એટલો ભવ્ય બનવાનો છે કે ઉપસ્થિત રહેનાર મહેમાન માટે પત્રિકામાં એક સુચના પણ લખવામાં આવી છે. જેમાં લખ્યું છે કે આપને 21મી જાન્યુઆરી પહેલાં અયોધ્યા (AYODHYA) પધારવા માટે વિનંતી છે. તમે જેટલા વહેલા અયોધ્યા આવશો એટલી તમને વધુ સગવડ મળશે. જો તમે મોડા પહોંચશો તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સાથે આપ 23 જાન્યુઆરી, 2024 પછી જ પાછા ફરવાની યોજના કરશો.
એટલે કે ૩ દિવસ સુધી સ્ટારને અયોધ્યામાં રોકાણ કરવાની સુચના આપવામાં આવિ છે અને તંત્ર એ માટે તૈયાર પણ છે એ સમજી શકાય છે, અત્રે નોંધનીય બાબત એ છે કે બે લાખથી વધુ રામ ભક્તો અભિષેક સમારોહમાં હાજરી આપવાના છે, જેથી આ સમારોહમાં અતિથીને કોઈ અગવડ ન પડે તે માટે આ સુચના આપવામાં આવી છે.
તમને એ પણ જણાવી દઈએ કે (AYODHYA)માં બે લાખથી વધુ રામ ભક્તો અભિષેક સમારોહમાં હાજરી આપશે. દેશભરના 4 લાખ ગામડાઓના મંદિરોમાં પણ આ સમારોહ ઊજવવામાં આવશે. સમગ્ર સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે, જેથી કરોડો ભક્તો આ ઐતિહાસિક ક્ષણને જીવંત નિહાળી શકે.
તમે આ પણ વાંચી શકો છો
ayodhya : 11 જાન્યુઆરીથી અમદાવાદથી સીધા અયોધ્યા ફ્લાઈટ , બુકિંગ શરુ