અતીક-અશરફ હત્યા કેસ ,સુપ્રીમ કોર્ટમાં 24 એપ્રિલે થશે સુનાવણી

0
132

ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પોલીસની હાજરીમાં હત્યાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર 24 એપ્રિલે સુનાવણી કરશે. અરજીમાં યોગી સરકારમાં અત્યાર સુધીમાં કુલ 183 એન્કાઉન્ટર પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પૂર્વ આઈપીએસ અધિકારી અમિતાભ ઠાકુરે પણ સુપ્રીમ કોર્ટમાં એક પત્ર અરજી દાખલ કરીને અતીક અહેમદ અને તેના ભાઈની હત્યાની સીબીઆઈ તપાસ સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની દેખરેખ હેઠળ કરાવવાની માગ કરી છે.