માફિયા અતિક પુત્ર અસદના જનાજામાં પણ નહીં જઈ શકે

0
162

પુત્રના જનાજામાં જવાની માંગ કરી અતિકની અરજી કોર્ટે ફગાવી

ઉમેશ પાલ હત્યા કાંડ મામલે યોગી સરકાર એક્શનમાં આવી ગઈ છે. માફિયા અતિક અહેમદના પુત્ર અસદ પોલીસ એનકાઉન્ટરમાં ઠાર માર્યો ગયો છે. જેને લઈને ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે, પરંતુ માફિયા હવે ડરી ગયો છે. અતિકે પુત્રના એન્કાઉન્ટર માટે પોતે જવાબદાર હોવાનું જણાવ્યું છે. હવે અતિકને કોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. અતિકને પોતાના પુત્રની અંતિમ વિધિમાં જવા પણ નહીં મળે. પુત્રના જનાજામાં સામેલ થવાની માંગ કરતી અતિકની અરજી કોર્ટે ફગાવી દીધી છે.