‘વિકાસની સાથે સામાજિક ન્યાયનું વચન’ : મિઝોરમમાં કોંગ્રેસનું ઘોષણાપત્ર રજૂ

0
358
Congress leader Rahul Gandhi in Mizoram
Congress leader Rahul Gandhi in Mizoram

Assembly Elections : મિઝોરમમાં લગભગ 22 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસ પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Elections)ને લઈને એક મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં વિકાસ સાથે સામાજિક ન્યાયને સંતુલિત કરવાની વાત કરવામાં આવી છે. કોંગ્રેસે મિઝોરમ (Mizoram)માં મતદારો માટે વૃદ્ધો-વિધવાઓ અને દિવ્યાંગોને પેન્શન, રાંધણ ગેસની સબસિડી, રૂ. 15 લાખનો આરોગ્ય વીમો, ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો માટે વિશેષ યોજનાઓનું વચન આપ્યું છે.

2 49
Congress leader Rahul Gandhi in Mizoram

કોંગ્રેસે લોકશાહીને મજબૂત કરવાનું વચન આપ્યું હતું :

કોંગ્રેસે તેના 12 પાનાના ઢંઢેરા (manifesto)માં કાર્યક્ષમ, પારદર્શક અને ભ્રષ્ટાચારમુક્ત સરકાર બનાવવાનું વચન આપતા કહ્યું હતું કે જો તે(કોંગ્રેસ) સત્તામાં આવશે તો, તે ગ્રામ્ય પરિષદો અને સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સંસાધનો વધુ સત્તા, જવાબદારીઓ અને આર્થિક સંસાધનોને પાયાના સ્તર સુધી પહોંચાડશે. અને લોકશાહીને મજબૂત કરશે. કોંગ્રેસના રાહુલ ગાંધીએ રાજ્યની રાજધાની આઈઝોલમાં પદયાત્રાનું નેતૃત્વ કર્યું હતું જ્યાં તેમણે રાજ્યની સંસ્કૃતિ, ભાષા, પરંપરાઓ અને ધર્મને જાળવવાનું વચન આપ્યું હતું.

આ ચૂંટણીમાં બહુકોણીય હરીફાઈની શક્યતા :

મિઝોરમમાં આ વર્ષની ચૂંટણી (Assembly Elections) બહુકોણીય હોવાની અપેક્ષા છે, જેમાં નવા, ઉભરી રહેલા પ્રાદેશિક પક્ષ જોરમ પીપલ્સ મૂવમેન્ટ (Zoram People’s Movement) રાજ્યના ટોચના પદ માટે યુવા ચહેરાને મેદાનમાં ઉતારશે, તેમજ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 2018માં, મિઝો નેશનલ ફ્રન્ટે (Mizo National Front) 37.8 ટકા વોટ શેર સાથે 40 વિધાનસભા બેઠકોમાંથી 26 બેઠકો જીતી હતી. કોંગ્રેસે પાંચ અને ભાજપે એક બેઠક જીતી હતી. મિઝોરમમાં 7 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી (Assembly elections) યોજાશે. આ રાઉન્ડમાં અન્ય ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ ચૂંટણી યોજાવાની છે. મતગણતરી 3 ડિસેમ્બરના રોજ યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેમ જેમ રાહુલ ગાંધીએ મિઝોરમમાં મતદાન કરવા માટે તેમના બે દિવસીય પ્રચારની શરૂઆત કરી, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વનલાલહમુઆકા એ રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા અને કોંગ્રેસના નેતાને “ભાજપના બ્રાન્ડ એમ્બેસેડર” ગણાવ્યા. તેમણે રાહુલ ગાંધીને BJP માટે શ્રેષ્ઠ પ્રચારક ગણાવ્યા.

દેશ, દુનિયા અને રાજનીતિના સમાચાર વાંચવા – અહી કલીક કરો –